Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

હિન્દી સિનેમાની જાણીતી એક્ટ્રેસ તબસ્સુમનું 78 વર્ષની વયે નિધન કાર્ડિયક અરેસ્ટ આવ્યો

વર્ષ 1947માં તબસ્સુમ ગોવિલે બેબી તબસ્સુમ નામથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી

મુંબઈ :  હિન્દી સિનેમાની જાણીતી એક્ટ્રેસ તબસ્સુમનું નિધન થયું છે. તબસ્સુમ 78 વર્ષની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે સાંજે દુનિયાને અલવિદા કહ્યું. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, તબસ્સુમને હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તેણીનું મૃત્યુ થયું હતું. વર્ષ 1947 માં તબસ્સુમે બેબી તબસ્સુમ નામથી તેના કરિયરની શરૂઆત કરી હતી. તે એક પ્રખ્યાત બાળ કલાકાર હતી. એપ્રિલ 2021માં પણ તબસ્સુમ ગોવિલના નિધનની અફવાઓ સામે આવી હતી. તેણે પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેયર કરીને જણાવ્યું કે આ સમાચાર ખોટા છે

નોંધનીય છે કે શુક્રવારે જ તેમને હાર્ટ ઍટેક આવ્યો હતો જે બાદ મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક બાદ એક બે હાર્ટ ઍટેકનો સામનો તેમણે કરવો પડ્યો હતો. આજે જ મુંબઈમાં તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો, તેમના દીકરા હોશાંગે મીડિયાને જણાવ્યું હતું કે તેમની માતાની દફનવિધિ સુધી દુ:ખદ સમાચાર કોઈને આપવામાં આવ્યા નહોતા

બાળ કલાકાર તરીકે કામ કરનાર તબસ્સુમે પોતાની એક અલગ ઓળખ બનાવી હતી, આ સાથે જ એક ટોક શૉના કારણે પણ તેઓ ખૂબ લોકપ્રિય બન્યા હતા. દૂરદર્શન પર ફૂલ ખીલે ગુલશન ગુલશનને લોકોમાં ફેમસ કરવા માટેનો શ્રેય તબસ્સુમને જાય છે. આ જ શૉ તેમણે 1972થી 1993 સુધી હોસ્ટ કર્યો હતો, સાથે સાથે દિગ્ગજ સ્ટાર્સના તેમણે ઈન્ટરવ્યૂ પણ કર્યા. 

(7:21 pm IST)