Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

દેશના વસ્તી વિસ્ફોટને અંકુશમાં લેવા માટે બે-બાળક બસ છે નું સૂત્ર લાગુ કરાવો :વસ્તી નિયંત્રણ નીતિના અમલીકરણની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર :અરજીમાં કરવામાં આવેલી માંગણી કોર્ટના કાર્યક્ષેત્રની બહાર છે : આ કાર્ય સરકારનું છે કોર્ટનું નહીં

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટે શુક્રવારે દેશમાં વસ્તી વિસ્ફોટને અંકુશમાં લેવા માટે કડક અને અસરકારક નિયમો, અને માર્ગદર્શિકા ઘડવા અને સરકારી નોકરીઓ, સહાયતા, સબસિડી માટે બે બાળકોના ધોરણને ફરજિયાત માપદંડ બનાવવાની અરજી પર સુનાવણી કરવાનો ઇન્કાર કર્યો હતો.

અરજી ન્યાયમૂર્તિ એસ.કે. કૌલ અને એએસ ઓકાની બેન્ચે અવલોકન કર્યું હતું કે અરજીમાં કરવામાં આવેલી માંગણી કોર્ટના કાર્યક્ષેત્રની બહાર છે .આ કાર્ય સરકારનું છે કોર્ટનું નહીં તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

(8:19 pm IST)