Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

ઉદયપુર-અમદાવાદ રેલ્વે વિસ્ફોટને કાકા અને ભત્રીજાએ યુટુબમાં 24 વીડિયો જોઇ અંજામ આપવાની પ્રક્રિયા શીખી

- 10 પાસ મુખ્ય આરોપી 32 વર્ષીય ધૂલચંદે આ યોજનામાં પોતાના 18 વર્ષના ભત્રીજા પ્રકાશ અને 17 વર્ષના બીજા સગીર ભત્રીજાને પણ સામેલ કર્યા

ઉદયપુર-અમદાવાદ રેલ્વે માર્ગ પર ઓઢા રેલ્વે બ્રિજ પર વિસ્ફોટને અંજામ આપનારા કાકા અને ભત્રીજાને પોલીસે સુરક્ષામાં કોર્ટમાં હાજર કર્યા હતા. ત્રણેયને સાત દિવસના પોલીસ રિમાન્ડ પર રાખવાના આદેશ આપ્યા છે. પોલીસે આરોપીઓને ભાગવાની આશંકા વ્યક્ત કરતા હાથકડી લગાવવાની પરવાનગી માંગી હતી. કોર્ટે હથકડી લગાવવાના આદેશ આપ્યા હતા.

10 પાસ મુખ્ય આરોપી 32 વર્ષીય ધૂલચંદે આ ષડયંત્ર રચવા માટે યૂ ટ્યુબ પર 24 વીડિયો જોઇને વિસ્ફોટને અંજામ આપવાની પ્રક્રિયા શીખી હતી. આ યોજનામાં તેને પોતાના 18 વર્ષના ભત્રીજા પ્રકાશ અને 17 વર્ષના બીજા સગીર ભત્રીજાને પણ સામેલ કર્યા હતા.

તપાસામં ખબર પડી છે કે વીડિયો જોયા બાદ ત્રણેયે મળીને 30 વર્ષીય અંકુશ સુવાલકા સાથે સંપર્ક કર્યો હતો અને બે ટુકડામાં વિસ્ફોટક મેળવીને ઘટનાને અંજામ આપ્યો હતો. તપાસમાં ખબર પડી કે પ્રકાશ એક માઇન્સમાં કામ કરી ચુક્યો હતો. તે માઇનિંગ દરમિયાન બ્લાસ્ટની વાયરિંગ ફિટિંગ વિશે પહેલાથી જાણતો હતો. જ્યારે તે અંકુશ સુહાલકાને (સુપર 90 વિસ્ફોટકની જિનેટિન) ખરીદવા પહોચ્યો તો તેને પણ પૂછ્યુ કે બોમ્બ કેવી રીતે બનાવવામાં આવે છે. ધૂલચંદ ધમાકે માટે જાવર માઇન્સમાં માઇનિંગ સાથે જોડાયેલા લોકો સાથે વાતચીત કરતો હતો.

મહિનાઓથી તે યુવકોને બ્લાસ્ટિંગ અને ડેટોનેટરની ક્ષમતા પર સવાલ પૂછતો રહેતો હતો. ધૂલચંદ એક કપડાની દુકાન પર 5 હજાર રૂપિયા મહિનામાં પણ કામ કરી ચુક્યો છે, તેના લગ્ન થઇ ચુક્યા છે અને બે બાળક છે. ઉદયપુર એસપી વિકાસ શર્મા અનુસાર ધૂલચંદે પૂછપરછમાં જણાવ્યુ કે તેને એક નહી પણ બે બોમ્બ બનાવ્યા હતા. જેવા જ પ્રથમ બોમ્બને માચિસ લગાવી તો તે જલ્દી સળગવા લાગ્યો હતો, જેનાથી ધૂલચંદ અને સાથે રહેલો સગીર ભત્રીજો ડરી ગયા હતા, તેમણે બીજા બોમ્બને સળગાવવાની તક મળી નહતી. જેનાથી બીજો બોમ્બ બ્લાસ્ટ થયો નહતો અને પુલથી નીચે પડી ગયો હતો.

(8:39 pm IST)