Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

G20 શિખર સમ્મેલનમાં ભારત અને પીએમ મોદીની ભૂમિકાના અમેરિકાએ કર્યા વખાણ

વ્હાઇટ હાઉસે વડાપ્રધાન મોદીના એમ કહેવા માટે પ્રશંસા કરી કે આજનો યુગ યુદ્ધનો નથી.

નવી દિલ્હી :વ્હાઇટ હાઉસે કહ્યુ કે ભારતે ઇન્ડોનેશિયામાં તાજેતરમાં પૂર્ણ થયેલ G20 શિખર સમ્મેલનના બાલી ઘોષણાપત્રમાં સહમતિ બનાવાવમાં મહત્વપૂર્ણ ભૂમિકા નીભાવી છે. વ્હાઇટ હાઉસે વડાપ્રધાન મોદીના એમ કહેવા માટે પ્રશંસા કરી કે આજનો યુગ યુદ્ધનો નથી.

વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કારાઇન જીન-પિયરેએ પોતાના દૈનિક સમાચાર સમ્મેલનમાં સંવાદદાતોને કહ્યુ, શિખર સમ્મેલનની જાહેરાત પર સહમતિ બનાવવામાં ભારતની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કર્યુ કે આજનો યુગ યુદ્ધનો નથી.

કારાઇન જીન-પિયરેએ કહ્યુ, અન્ય પ્રાથમિકતાઓ સિવાય, અમારી પાસે એક વૈશ્વિક અર્થવ્યવસ્થા બનાવવામાં પોતાના પ્રયાસોને જાહેર રાખતા વર્તમાન ખાદ્ય અને ઉર્જા સુરક્ષા પડકારને દૂર કરવા અને વધવાનો રસ્તો છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેન બાલીમાં G20 શિખર સમ્મેલનમાં સામેલ થઇને ઇન્ડોનેશિયાથી પરત ફર્યા છે. ભારતે ડિસેમ્બરમાં G20ની અધ્યક્ષતા સંભાળી લીધી છે. તમામ સભ્ય અને આંતરરાષ્ટ્રીય સમુદાયોનું કહેવુ છે કે આ G20 ગ્રુપના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ પાયાનો પથ્થર હશે.

પ્રેસ સચિવે કહ્યુ કે બાલીમાં G20 શિખર સમ્મેલનની સફળતા માટે વડાપ્રધાન મોદીના અન્ય દેશ સાથે સબંધ મહત્વપૂર્ણ હતો અને આપણે આવતા વર્ષે ભારતની અધ્યક્ષતામાં યોજાનાર G20 સમ્મેલનનું સમર્થન કરીએ છીએ. આપણે આગળની બેઠકની રાહ જોઇ રહ્યા છીએ. બાઇડેને વડાપ્રધાન મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સાથે G20 શિખર સમ્મેલનથી અલગ વાત કરી હતી.

(8:42 pm IST)