Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

કોર્ટને બદનામ કરવાની વૃત્તિ વધી રહી છે : સર્વોચ્ચ અદાલતે કડક આપત્તિ વ્યક્ત કરી

મધ્ય પ્રદેશ હાઈકોર્ટના ન્યાયાધીશની કથિત રીતે બદનક્ષી કરવા બદલ કોર્ટે બે એડવોકેટ્સ સહિત અન્ય લોકો સામે અવમાનનાની નોટિસ જારી કરી

નવી દિલ્હી સુપ્રીમકોર્ટે કહ્યું કે અદાલતોને બદનામ કરવાની ‘ચલણ’ વધી રહ્યું છે. આ સાથે જ માછીમારીના અધિકારના લીઝ સાથે સંબંધિત મામલે મધ્યપ્રદેશ હાઈકોર્ટના ન્યાયાધીશની કથિત રીતે બદનક્ષી કરવા બદલ કોર્ટે બે એડવોકેટ્સ સહિત અન્ય લોકો સામે અવમાનનાની નોટિસ જારી કરી હતી.

સર્વોચ્ચ અદાલતે કડક આપત્તિ વ્યક્ત કરી હતી કે અદાલતોને કથિત રીતે બદનામ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

કોર્ટે કહ્યું કે કોઈપણ જજ “ભૂલથી આગળ” નથી અને શક્ય છે કે તેણે ખોટો આદેશ પસાર કર્યો હોય, જેને પાછળથી રદ્દ કરી શકાય છે, પરંતુ જજને બદનામ કરવાના પ્રયાસને અનુમતિ આપી શકાય નહીં.જસ્ટિસ એસ કે કૌલ અને જસ્ટિસ એએસ ઓકાની બેન્ચે મૌખિક ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, ‘કોર્ટને બદનામ કરવાની વૃત્તિ વધી રહી છે.’

મધ્યપ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેંચ દ્વારા ઓગસ્ટમાં આપવામાં આવેલા આદેશ સામેની અરજી પર બેંચ સુનાવણી કરી રહી હતી. તે બેન્ચમાં હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પણ સામેલ હતા.

ખંડપીઠે એડવોકેટ-ઓન-રેકોર્ડ (AOR) અને અરજદાર વતી અરજી દાખલ કરનાર વકીલને પણ નોટિસ જારી કરી હતી અને તેમને સમજાવવા કહ્યું હતું કે તેમની સામે કોર્ટની અવમાનનાની કાર્યવાહી શા માટે શરૂ ન કરવી જોઈએ.

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, અરજીકર્તા તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે તે અરજીમાં સુધારો કરશે.

સર્વોચ્ચ અદાલતની બેન્ચે કહ્યું, ‘કોઈ આદેશ સાચો હોઈ શકે છે, તો કોઇ ખોટો પણ હોઈ શકે છે. આ સમસ્યા નથી, તમે જે કહ્યું તેનાથી અમને પરેશાની થઈ છે.’ જ્યારે અરજદારના વકીલે કહ્યું કે તે તેની તરફથી ‘કાનૂની ભૂલ’ છે, ત્યારે બેન્ચે કહ્યું, ‘તમારા એડવેન્ચરના કારણે ફરિયાદીને ભોગવવું પડશે. .’

વકીલે કહ્યું કે તે 35 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યો છે અને વિનંતી કરી કે, “કૃપા કરીને, મારું ભવિષ્ય બગાડશો નહીં.” આના પર બેન્ચે વકીલને એફિડેવિટ દાખલ કરવા કહ્યું કે કોર્ટે અવમાનનાની નોટિસ જારી કરી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું, “તમે જે ઇચ્છો તે કહીને તમે બચી શકતા નથી.”

બેન્ચે કહ્યું કે AOR માત્ર પિટિશન પર સહી કરવા માટે નથી. ખંડપીઠે કહ્યું, ‘શું અમે AOR માત્ર તેના પર હસ્તાક્ષર કરવા માટે બનાવી રહ્યા છીએ? તેમણે આ અંગે સ્પષ્ટતા કરવી પડશે.

બેન્ચે ઉમેર્યું, ‘કેટલાક જજે ખોટો આદેશ આપ્યો હશે. આપણે તેને અલગ રાખી શકીએ છીએ. ન્યાયાધીશનો અભિપ્રાય એ તેનો અભિપ્રાય છે. અમે ભૂલોથી પર નથી. અમે પણ ભૂલો કરી શકીએ છીએ.

જ્યારે વકીલે વિનંતી કરી કે તેમને અરજીમાં સુધારો કરવાની મંજૂરી આપવામાં આવે ત્યારે બેન્ચે કહ્યું કે જ્યાં સુધી એફિડેવિટ દાખલ ન થાય ત્યાં સુધી તે મંજૂરી આપશે નહીં. સુપ્રીમ કોર્ટે ડિસેમ્બરમાં સુનાવણી માટે આ મામલાની સૂચિબદ્ધ કર્યું છે.

(11:44 pm IST)