Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

યૂક્રેન પહોંચ્યા બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક : યુદ્ધ માટે આપ્યા કરોડો રુપિયાના હથિયાર

24 દિવસ પહેલા બ્રિટનના વડાપ્રધાન બનેલા સુનકનો આ પહેલો યૂક્રેન પ્રવાસ

નવી દિલ્હી :વર્ષની શરુઆતથી જ રશિયા અને યૂક્રેન વચ્ચે તણાવનો માહોલ હતો. આ તણાવ વાતચીતથી ખત્મ ન થતા વાત યુદ્ધ સુધી પહોંચી હતી. રશિયાના હુમલાથી યૂક્રેન સહિત દુનિયાભરના લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડયો હતો. પ્રવાસી વિદ્યાર્થીઓને પાછા પોતાના દેશમાં લાવવા માટે પરસેવો પાડવો પડ્યો હતો. આજે 9 મહિના પછી પણ આ તણાવ યથાવત છે. તે બધા વચ્ચે બ્રિટનના વડપ્રધાન ઋષિ સુનક હાલમાં યૂક્રેન પ્રવાસે પહોંચ્યા છે. 24 દિવસ પહેલા બ્રિટનના વડાપ્રધાન બનેલા સુનકનો આ પહેલા યૂક્રેન પ્રવાસ છે.

યૂક્રેનના રાષ્ટ્રપતિ  વ્લોદિમિર જેલેંસ્કી અને બ્રિટનના વડપ્રધાન ઋષિ સુનકે તેમની મુલાકાતનો વીડિયો પર સોશિયલ મીડિયા પર શેયર કર્યો છે. યૂક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમિર જેલેંસ્કી એ જણાવ્યુ કે, રશિયાના હુમલા પછી યૂક્રેન અને બ્રિટનના સંબંધો સારા થયા છે. તે બંને નેતાઓ વચ્ચે દેશ અને વૈશ્વિક સુરક્ષાના મુદ્દા પર ચર્ચા કરી હતી.

  યૂક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમિર જેલેંસ્કી એ ફેસબુક પર અને બ્રિટનના વડપ્રધાન ઋષિ સુનકે ટ્વિટર પર આ વીડિયો શેયર કર્યો હતો.આ વીડિયોમાં જોઈ શકાય છે કે બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક કારથી ઉતરે છે. તેમને રિસીવ કરવા માટે યૂક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમિર જેલેંસ્કી ત્યા જ હાજર હોય છે. બ્રિટનના વડપ્રધાન ઋષિ સુનક યૂક્રેનના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ સાથે પણ મુલાકાત કરે છે. યુદ્ધના વાતાવરણ વચ્ચે બ્રિટનના વડપ્રધાન ઋષિ સુનકે યૂક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમિર જેલેંસ્કીને સમર્થન આપ્યુ હતુ. બ્રિટનના વડપ્રધાન ઋષિ સુનકે યૂક્રેન માટે નવા ડિફેન્સ પેકેજની જાહેરાત કરી છે.

(1:05 am IST)