Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

નવા સંસદભવનનો ખર્ચ ૨૪ ટકા વધીને ૧૨૦૦ કરોડે પહોંચ્યો

વધારાનું કામ, પ્લાનમાં ફેરફાર અને સુપ્રીમ કોર્ટે સૂચવેલા સુધારાથી વધ્યો ખર્ચ

નવી દિલ્હી તા. ૨૦ : નવા પાર્લામેન્ટ બિલ્ડીંગની અંદાજીત પ્રોજેકટ કોસ્ટ લગભગ ૨૪ ટકા વધીને ૧૨૦૦ કરોડ પર પહોંચી છે. વધારાના કામ, કન્સ્ટ્રકશન પ્લાનમાં ફેરફાર અને સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશને અનુરૂપ બિલ્ડીંગમાં સુધારાને કારણે ખર્ચમાં આ વધારો થયો છે.

સૂત્રો અનુસાર સેન્ટ્રલ પબ્લીક વર્કસ ડીપાર્ટમેન્ટે લોકસભા સચિવાલયની રીવાઇઝડ એસ્ટીમેટેડ કોસ્ટ માટે સૈધ્ધાંતિક મંજૂરી માંગી છે.

સીપીડબલ્યુડીએ હાલમાં જ સરકાર દ્વારા આ કામના નિરીક્ષણ માટે રચાયેલ પાંચ સભ્યોની સમિતિ સમક્ષ પ્રોજેકટની કિંમતની વિગતો અને કામનો પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કર્યો હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું.

નવા પાર્લામેન્ટ બિલ્ડીંગનો પ્રોજેકટ ૯૭૧ કરોડ રૂપિયામાં ટાટા પ્રોજેકટસને આપવામાં આવ્યો હતો અને હાલમાં તેનું ૪૦ ટકા કામ પૂર્ણ થયેલ છે. સરકારે પ્રોજેકટ પુરો કરવા માટેની ડેડલાઇન ઓકટોબર ૨૦૨૨ નક્કી કરેલ છે જેથી શિયાળુ સત્ર નવા બિલ્ડીંગમાં થઇ શકે. ટાટા પ્રોજેકટસે લગભગ ૪૭૦૦ કામદારોને આ ભવનના નિર્માણ માટે કામે લગાડયા છે.

(10:28 am IST)