Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

હવે સમય આવી ગયો છે કે ભાજપ સાબિત કરે કે મહિલાઓ સામેના ગુનાઓ પ્રત્યે ખરેખર ગંભીર છે: ઉત્તરપ્રદેશ કોંગ્રેસ

WFI બ્રિજ ભૂષણ શરણ સિંહને તાત્કાલિક બરતરફ કરો અને યોગ્ય તપાસ માટે FIR નોંધવામાં આવે.

નવી દિલ્હી : ઉત્તરપ્રદેશ કોંગ્રેસે બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની અને તેમની હકાલપટ્ટીની માગ કરી છે. બ્રિજ ભૂષણ શરણ સિંહ ઉત્તર પ્રદેશની કૈસરગંજ લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ છે.

ઉત્તર પ્રદેશ કોંગ્રેસે સિંહને ડબલ્યુએફઆઈમાંથી કાઢી મૂકવાની માગ કરી હતી અને કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે ભાજપ સાબિત કરે કે તેઓ મહિલાઓ સામેના ગુનાઓ પ્રત્યે ખરેખર ગંભીર છે.

 કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ મંત્રી નકુલ દુબેએ ગુરુવારે કહ્યું કે, WFI બ્રિજ ભૂષણ શરણ સિંહને તાત્કાલિક બરતરફ કરવામાં આવે અને યોગ્ય તપાસ માટે FIR નોંધવામાં આવે. તેમજ ભાજપે તેમની સામે કાર્યવાહી કરીને સાબિત કરવું જોઈએ કે બેટી બચાવો જેવા નારા માત્ર પ્રચાર માટે નથી.

(8:54 pm IST)