Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

કુશ્તી મહાસંઘ)ના અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ દિલ્હી જંતર-મંતર પર ધરણા :યૌન શોષણનો આરોપ

વિનેશ ફોગાટ સાથે બજરંગ પૂનિયા, સાક્ષી મલિક સહિત 30 પહેલવાન દ્વારા પ્રદર્શન:તમામે વડાપ્રધાન મોદીને મળવાની માંગ કરી:WFI અધ્યક્ષ બૃજભૂષણે આ તમામ આરોપોને ફગાવી દીધા

નવી દિલ્હી : ભારતીય કુશ્તી મહાસંઘ (WFI)ના અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ જંતર-મંતર પર ધરણા ચાલુ છે. વિશ્વ ચેમ્પિયનશિપની મેડલ વિજેતા અને ઓલિમ્પિયન વિનેશ ફોગાટે WFIના અધ્યક્ષ બૃજભૂષણ શરણ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. વિનેશ ફોગાટે દાવો કર્યો કે લખનઉંની રાષ્ટ્રીય શિબિરમાં કેટલાક કોચે મહિલા પહેલવાનોનું યૌન શોષણ કર્યુ છે. જોકે, તેમણે આ સ્પષ્ટ કર્યુ કે તેમણે આ રીતના શોષણનો સામનો કર્યો નથી

ભાજપ સાંસદ બૃજભૂષણ સિંહ વિરૂદ્ધ કાર્યવાહીની માંગ કરતા જંતર-મંતર પર ધરણા કરવામાં આવી રહ્યા છે. વિનેશ ફોગાટ સાથે પ્રદર્શનમાં બજરંગ પૂનિયા, સાક્ષી મલિક સહિત 30 પહેલવાન પ્રદર્શન કરી રહ્યા છે. આ તમામે વડાપ્રધાન મોદીને મળવાની માંગ કરી છે. બીજી તરફ WFI અધ્યક્ષ બૃજભૂષણે આ તમામ આરોપોને ફગાવી દીધા છે.

દિ્હી મહિલા આયોગના ચેરમેન સ્વાતી માલિવાલે પણ ધરણા કરી રહેલા પહેલવાનો સાથે મુલાકાત કરી હતી.

 

વિનેશ ફોગાટ સહિત અન્ય પહેલવાનોએ કુશ્તી મહાસંઘ અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહ પર મનમાની અને યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. આ આરોપો પર કાર્યવાહી ના થવા સુધી પહેલવાનોએ જંતર-મંતર પર ધરણા ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. આ ધરણામાં બજરંગ પૂનિયા, સાક્ષી મલિક જેવા કેટલાક મોટા 30 પહેલવાન સામેલ છે. તેમની માંગ છે કે WFI અધ્યક્ષ બૃજભૂષણ સિંહને હટાવવામાં આવે. આ પહેલવાનોએ પીએમ નરેન્દ્ર મોદીને મળીને તેમણે પુરાવા સોપવાની વાત કરી છે.

 

ભાજપ સાંસદ અને WFI અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહે પોતાની ઉપર લાગેલા તમામ આરોપોને ફગાવી દીધા છે, તેમણે સ્પષ્ટતા કરતા કહ્યુ કે મારી પર લાગેલા તમામ આરોપ ખોટા છે અને કોઇ એથલીટનું શોષણ થયુ નથી, તેમણે કહ્યુ કે જો આરોપ સાબિત થયા તો ફાંસી પર લટકી જઇશ, તેમણે કહ્યુ કે મારા વિરૂદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યુ છે પરંતુ હું તપાસ માટે તૈયાર છું, તેમણે કહ્યુ કે અમે પારદર્શી વ્યવસ્થા લાગુ કરી છે અને ઓલિમ્પિક વિજેતા પહેલવાન ટ્રાયલ નથી ઇચ્છતા, તેમણે કહ્યુ કે 97 ટકા ખેલાડી ફેડરેશન સાથે છે, તેમણે કહ્યુકે હાઇકોર્ટના રિટાયર્ડ જજની કમિટી બનશે અને સરકાર ઇચ્છે તો કોઇ પણ તપાસ કરાવી લે.

ઓલિમ્પિયન વિનેશ ફોગાટે આરોપ લગાવ્યો કે પહેલવાનોને માનસિક અને શારીરિક શોષણ કરવામાં આવે છે, તેમણે બૃજભૂષણ શરણ પર આરોપ લગાવ્યો કે લખનઉંમાં રાષ્ટ્રીય શિબિરમાં મહિલા પહેલવાનોનું યૌન શોષણ થાય છે. કેટલીક મહિલાઓ WFI અધ્યક્ષના કહેવા પર પહેલવાનોનો સંપર્ક કરે છે. બૃજભૂષણ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે લખનઉંમાં તેમનું ઘર છે, જેને કારણે તે ત્યા કેમ્પ લગાવે છે, જેનાથી યુવતીઓનું શોષણ આસાનીથી કરી શકાય. વિનેશનો આરોપ છે કે WFI અધ્યક્ષ મહિલા પહેલવાનોના પ્રાઇવેટ જીવન અને સબંધમાં દખલ આપે છે.

ઉત્તર પ્રદેશના કૈસરગંજના ભાજપ સાંસદ બૃજભૂષણ શરણ સિંહ ભારતીય કુશ્તી મહાસંઘના અધ્યક્ષ છે. બૃજભૂષણ 6 વખત લોકસભા સાંસદ રહી ચુક્યા છે. 2011થી કુશ્તી મહાસંઘના અધ્યક્ષ પદ પર બૃજભૂષણ શરણ છે. મનસે નેતા રાજ ઠાકરેની અયોધ્યા યાત્રા પર નિવેદન આપીને પણ તે ચર્ચામાં આવ્યા હતા.

ભારતીય કુશ્તી મહાસંઘ અધ્યક્ષ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે, જેના વિરૂદ્ધ જંતર-મંતર પર ધરણા ચાલુ છે. ખેલાડીઓનું કહેવુ છે કે તે પીએમ મોદીને મળીને યૌન શોષણના તમામ પુરાવા સોપશે. આ આરોપો સામે આવ્યા બાદ રમત મંત્રાલયે એક્શન લેતા ભારતીય કુશ્તી મહાસંઘને નોટિસ જાહેર કરી છે. ખેલ મંત્રાલયે 72 કલાકની અંદર નોટિસનો જવાબ આપવા કહ્યુ છે. આટલુ જ નહી, જવાબ ના મળવા પર કાર્યવાહીની વાત કહેવામાં આવી છે. આ વિવાદને કારણે યુપીમાં મહિલા કુશ્તી કેમ્પને રદ કરી દેવામાં આવ્યો છે.

(11:03 pm IST)