Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

૨૦૪૭ સુધીમાં ભારતની ઇકોનોમી ૨૬ લાખ કરોડ ડોલરની બની જશે : પ્રતિ વ્‍યકિતની વાર્ષિક આવક થશે રૂા. ૧૨.૨૫ લાખ

૨૦૨૮માં ૫ લાખ કરોડ તથા ૨૦૩૬માં ૧૦ લાખ કરોડનો પડાવ જોવા મળશે

નવી દિલ્‍હી તા. ૨૦ : કોવિડ મહામારી અને વૈશ્વિક આર્થિક સંકટમાંથી પસાર થવા છતાં, વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતની અર્થવ્‍યવસ્‍થા ૨૬ ટ્રિલિયન ડોલરની થઈ જશે. તે જ સમયે, વર્ષ ૨૦૨૮ માં, ભારત ૫ લાખ કરોડના માઇલસ્‍ટોન સુધી પહોંચશે અને ૨૦૩૬ માં, તે ૧૦ લાખ કરોડ સુધી પહોંચી જશે. દાવોસમાં ગ્‍લોબલ કન્‍સલ્‍ટન્‍સી ફર્મᅠઈવાયᅠદ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્‍યો છે. આ અહેવાલ વર્લ્‍ડ ઈકોનોમિક ફોરમની મુખ્‍ય ઈવેન્‍ટની બાજુમાં યોજાયેલા અન્‍ય એક કાર્યક્રમમાં રજૂ કરવામાં આવ્‍યો હતો. ઇન્‍ડિયા એટᅠ૧૦૦ : રીઅલાઇઝિંગ ધ પોટેન્‍શિયલ ઓફ ૨૬ ટ્રિલિયન ઈકોનોમીᅠશીર્ષક હેઠળના આ રિપોર્ટ અનુસાર, ૨૦૪૭માં સરેરાશ વાર્ષિક માથાદીઠ આવક ૧૫,૦૦૦ 

એટલે કે વર્તમાન વિનિમય દરે આશરે રૂ. ૧૨.૨૫ લાખ સુધી પહોંચી જશે, જે આજના સ્‍તર કરતાં ૬ ટકા વધારે છે. ગણો કરતાં વધુ હશે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્‍યો છે કે ૨૦૩૦ સુધીમાં ભારત જર્મની અને જાપાનને પછાડીને વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક મહાસત્તા બની જશે. તમામ અંદાજ ૬ ટકાના સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર પર આધારિત છે. ઈવાયનાᅠસીઈઓ કાર્મીન ડી સીબીયોએ દાવો કર્યો કે ભારતે વિશાળ ક્ષમતા દર્શાવી છે, તેની પ્રગતિ વિશ્વ મંચ પર અસર પાડવા લાગી છે.

ᅠરિપોર્ટ અનુસાર, ભારત પ્રતિભાનો સૌથી મોટો મહાસાગર છે, આર્થિક સુધારા ઝડપથી અમલમાં આવી રહ્યા છે, ઊર્જાના સ્ત્રોતોમાં પરિવર્તન લાવવામાં આવી રહ્યું છે અને તે ડિજિટલ બની રહ્યું છે. આ બધી બાબતો તેને લાંબા સમય સુધી પ્રગતિના માર્ગ પર રાખશે.ᅠ

ᅠસૌથી મહત્ત્વની વાત એ છે કે આઇટી અને અન્‍ય સેવાઓ ભારતને વિશ્વમાં મજબૂત સ્‍થાન અપાવશે. ભારતની સેવા સંબંધિત નિકાસ છેલ્લા ૨ દાયકામાં ૧૪%ના દરે વધીને ૨૦૨૧-૨૨માં $૨૫,૪૫૦ મિલિયન સુધી પહોંચી ગઈ છે. તેમાંથી, એકલા આઇટી અને BPO સેવાઓનો હિસ્‍સો $૧૫,૭૦૦ મિલિયન છે.

ᅠબિન-આઈટી ક્ષેત્રોમાં, શિક્ષણ અને આરોગ્‍ય એવા ક્ષેત્રો છે જયાં ભારતીય પ્રતિભા સમગ્ર વિશ્વની જરૂરિયાતોને પૂર્ણ કરશે. ખાસ કરીને વિકસિત અર્થતંત્રોમાં કારણ કે કુશળ માનવ સંસાધનોની અછત હશે.ᅠડિજિટાઇઝેશન એક બળ બન્‍યું.ભારતની ડિજિટલ અર્થવ્‍યવસ્‍થા ૨૦૧૪-૧૯માં ૧૫.૬%ની ઝડપે વૃદ્ધિ પામી, જે આર્થિક વૃદ્ધિ કરતાં લગભગ અઢી ગણી છે.ᅠભારતની મુખ્‍ય ઉર્જા જરૂરિયાતોમાંથી ૩૫ થી ૪૦% આયાતી ઉર્જા દ્વારા પૂરી કરવામાં આવે છે. તેને ઘટાડવો પડશે, કારણ કે તેલના વધેલા ભાવ રૂપિયાનેᅠનબળો થાય છે.

(11:43 am IST)