Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

હમણાથી નહી ૨૦૧૮થી પૂર્વ જોશીમઠ ૧૦ સેમી ધસી રહ્યું છે

સેટેલાઇટ ઇમેજથી થયો ખુલાસો

નવી દિલ્‍હી તા. ૨૦ : વર્ષ ૨૦૧૮ અને ૨૦૨૨ વચ્‍ચે જોશીમઠની ISRO દ્વારા લેવાયેલ સેટેલાઇટ ઇમેજમાંથી ચોંકાવનારા ખુલાસા થયા છે. સેટેલાઇટ ઇમેજના વિશ્‍લેષણથી જાણવા મળ્‍યું છે કે, પૂર્વ જોશીમઠ દર વર્ષે લગભગ ૧૦ સેમી ધસી રહ્યું છે. આ ચોકાવનારો અભ્‍યાસ જોશીમઠના એવા વિસ્‍તારો તરફ નિર્દેશ કરે છે, જયાં છેલ્લા ચાર વર્ષમાં મહત્તમ ઢળતો જોવા મળ્‍યો છે.

આ અભ્‍યાસ દર્શાવે છે કે, જોશીમઠ શહેરના નીચેના ભાગ વધુ ધસી ગયો છે. જે યુનિટ ઘ્‍ તરીકે દર્શાવવામાં આવ્‍યો છે. જાન્‍યુઆરી ૨૦૨૧ થી ધસવાનું ઝડપી બન્‍યું છે. જયારે શહેરના ઉપરનો ભાગ દર વર્ષે લઘુત્તમ ૨ સેમીનો ધસારો જોવા મળ્‍યો છે. એવું લાગે છે કે જોશીમઠના પૂર્વ અને પヘમિ ભાગોને છેલ્લા ચાર વર્ષોમાં (૨૦૧૮-૨૦૨૨) ઢાળના ધસારો વધુ જોવા મળ્‍યો છે.

૨૦૧૮ થી ૨૦૨૨ ના સમયગાળામાં, પૂર્વ ભાગમાં ધસારો દર વધુ છે. જાન્‍યુઆરીની શરૂઆતમાં ધસારામાં વધારો થયા બાદ, ઉત્તરાખંડ રાજય સરકારને લોકોના સ્‍થળાંતર કરવાની ફરજ પડી છે. સૌથી વધુ અસરગ્રસ્‍ત એવા કોમર્શિયલ સ્‍ટ્રક્‍ચર્સનું આયોજિત ડિમોલિશન શરૂ કરવામાં આવ્‍યું છે.

વિશ્‍લેષણમાં જણાવાયું છે કે જોશીમઠ શહેરના પૂર્વ, પヘમિ અને નીચલા ભાગોમાં ૨૨ ડિસેમ્‍બરથી ધસવાનો દર ઝડપી થયો છે, પરંતુ ત્‍યારથી શહેર કેટલું ધસી ગયું છે, તેનો કોઈ ડેટા આપ્‍યો નથી. જોશીમઠના રહેવાસીઓએ તેમના ઘરોમાં તિરાડો દેખાવાનું શરૂ થયુ ત્‍યારે ડિસેમ્‍બરના મધ્‍યભાગથી તેમનો વિરોધ વધુ તીવ્ર બનાવ્‍યો.

ISROના નેશનલ રિમોટ સેન્‍સિંગ સેન્‍ટર (NRSC) અને ઇન્‍ડિયન ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ રિમોટ સેન્‍સિંગ (IIRS)ના બે અહેવાલો અનુસાર, જોશીમઠમાં ભૂસ્‍ખલન ઝડપથી વધ્‍યું, ખાસ કરીને ૨૭ ડિસેમ્‍બર અને ૮ જાન્‍યુઆરી વચ્‍ચેના ૧૩ દિવસના સમયગાળામાં જયારે શહેરનું ધસવાનું પ્રમાણ ઘટી ગયું. આ સમયગાળા દરમિયાન ૫.૪ સેમી ધસારો જોવા મળ્‍યો હતો. અહેવાલો અનુસાર જોશીમઠમાં એપ્રિલ અને નવેમ્‍બર ૨૦૨૨ વચ્‍ચે સાત મહિનાના ગાળામાં ૮.૯ સેમીનો ધીમો ધસારો જોવા મળ્‍યો હતો. જયારે, જુલાઈ ૨૦૨૦ થી માર્ચ ૨૦૨૨ ની વચ્‍ચે, ૬.૬ સેમી સુધીનો ધસારો જોવા મળ્‍યો હતો.

(11:50 am IST)