Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

સરકાર ઇચ્‍છે તો પેટ્રોલ અને ડીઝલ ૧૮ રૂપિયા સસ્‍તુ થઇ શકે

૮ માસમાં આંતરરાષ્‍ટ્રીય ક્રૂડમાં ૩૨ ટકા ઘટાડો થયો : મોંઘવારી વચ્‍ચે જનતાને ભાવ ઘટાડાનો લાભ અપાતો નથી

નવી દિલ્‍હી તા. ૨૦ : આંતરરાષ્‍ટ્રીય ક્રૂડના ભાવમાં ૩૨ ટકાનો ઘટાડો છતાં પેટ્રોલ - ડીઝલ - સીએનજીમાં અસહ્ય ભાવ વધારો થયો છે. આંતરરાષ્‍ટ્રીય ક્રૂડના ભાવ ઘટાડાનો લાભ જનતાને તાત્‍કાલિક આપવો જોઇએ તેવી માંગ ગુજરાત કોંગ્રેસે કરી છે. ક્રૂડ ઓઇલના ભાવમાં સતત ઘટાડો થઇ રહ્યો છે પણ સરકાર પોતાની તિજોરી ભરવામાં મસ્‍ત છે અને જનતા ત્રસ્‍ત છે. છેલ્લા આઠ મહિનાથી આંતરરાષ્‍ટ્રીય ક્રૂડ ઓઇલમાં ૩૨ ટકાનો ઘટાડો અને એલપીજીમાં ૪૦ ટકા જેટલો ઘટાડો થયો છતાં સામાન્‍ય જનતાને ભાવ ઘટાડાનો લાભ અપાતો નથી, જૂન ૨૦૨૨થી ક્રૂડ ઓઇલ પ્રતિ લીટર ૫૭થી ઘટીને ૩૯ જેટલું થઇ ગયું છે. સરકાર ઇચ્‍છે તો પેટ્રોલ - ડીઝલની કિંમતમાં ૧૮ રૂપિયા જેટલો ઘટાડો કરી શકે છે પરંતુ સરકાર આકરા ટેકસ બોજ લાદીને પોતાની તિજોરી ભરવામાં વ્‍યસ્‍ત છે. વર્ષ ૨૦૨૧-૨૨માં કેન્‍દ્ર સરકારે ૭.૭૪ લાખ કરોડ અને રાજ્‍ય સરકારે ૧.૪ લાખ કરોડ ટેકસ પેટે ઉઘરાવી લીધા છે. મોંઘવારીમાં પીસાતી પ્રજાને રાહત આપવા તાત્‍કાલિક સરકારે પગલા ભરવા જોઇએ.

પ્રતિ બેરલ ભાવ

જૂન ૨૦૨૨     ૫૬.૬૩

જુલાઇ ૨૦૨૨   ૫૨.૩૮

ઓગષ્‍ટ ૨૦૨૨  ૪૮.૬૨

સપ્‍ટેમ્‍બર ૨૦૨૨ ૪૫.૪૭

ઓકટોબર ૨૦૨૨    ૪૭.૭૭

નવેમ્‍બર ૨૦૨૨ ૪૪.૩૨

ડિસેમ્‍બર ૨૦૨૨ ૩૯.૯૫

જાન્‍યુઆરી ૨૦૨૩    ૩૯.૧૩

(12:03 pm IST)