Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

આર્મીમાં પુરુષોની સમકક્ષ થશે મહિલા અધિકારીઓઃ કર્નલ રેન્‍કના ૧૦૮ પદ માટે થશે પ્રમોટ

પ્રથમ વખત મહિલાઓ આર્મી યુનિટને લીડ કરી શકશે

નવી દિલ્‍હી, તા.૨૦: ભારતીય સૈન્‍યમાં તહેનાત મહિલા અધિકારીઓને હવે કર્નલ પદે પ્રમોશન મળી શકે છે. એટલે કે પ્રથમ વખત મહિલાઓ આર્મી યુનિટને લીડ કરી શકશે. આ પદે ૧૦૮ મહિલા અધિકારીઓને પ્રમોશન અપાઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે સૈન્‍ય હેડક્‍વાર્ટરમાં લેફ્‌ટનન્‍ટ કર્નલ પદ માટે પ્રમોશન ચાલી રહ્યું છે. એક અહેવાલ અનુસાર ૯ જાન્‍યુઆરીથી મહિલા અધિકારી પસંદગી બોર્ડની કાર્યવાહી ચાલી રહી છે. આ પ્રમોશનનો અર્થ એ છે કે મહિલાઓને પુરુષો સમાન દરજ્જો મળશે.  ખરેખર ૧૯૯૨થી ૨૦૦૬ની બેચની ૧૦૮ ખાલી જગ્‍યાઓ માટે ૨૪૪ મહિલા અધકારીઓને પ્રમોટ કરવા અંગે વિચારણા ચાલી રહી છે. તેમાં એન્‍જિનિયર્સ, સિગ્નલ, આર્મી એર ડિફેન્‍સ, ઈન્‍ટેલિજન્‍સ  કોર, આર્મી સર્લિસ કોર, આર્મી ઓર્ડિનેન્‍સ કોર અને ઈલેક્‍ટ્રિકલ સહિત જુદા જુદા હથિયારો અને સેવાઓમાં સામેલ અધિકારીઓ સામેલ છે.  માહિતી અનુસાર સૌથી વધુ ૨૮ વેકેન્‍સી કોર ઓફ એન્‍જિનિયર્સ વિભાગમાં છે. તેના માટે ૬૫ મહિલાઓ અંગે વિચારણા થઇ રહી છે. તેના પછી આયુધ કોર અને ઈલેક્‍ટ્રિકલ મિકેનિકલ એન્‍જિનિયરિંગમાં વારાફરતી ૧૯થી ૨૧ જગ્‍યાઓ ખાલી છે. અહીં દરેકમાં કર્નલ પદ માટે ૪૭ મહિલા અધિકારીઓ અંગે વિચારણા થઇ રહી છે.

(3:35 pm IST)