Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

હિમાચલમાં ૩ દિવસ હવામાન ખરાબ રહેશેઃ ભારે હીમવર્ષાથી અનેક રસ્‍તાઓ બંધ

સોમવારે મેઘની વિસ્‍તારોમાં વરસાદ - કરા માટે યલો એલર્ટ : સોલંગનાલા ખાતે પ્રવાસીઓ ઉમટયાઃ બરફની મજા માણી

કુલ્લુ, તા.૨૦: હિમાચલ પ્રદેશમાં ૨૩ જાન્‍યુઆરી સુધી ખરાબ હવામાન રહેવાની આગાહી કરવામાં આવી છે. જો કે ૨૧ અને ૨૨ જાન્‍યુઆરીએ મેદાની વિસ્‍તારોમાં હવામાન શુષ્‍ક રહેશે. ૨૩ જાન્‍યુઆરી સુધી મધ્‍યમ અને ઊંચા પર્વતોના ઘણા ભાગોમાં વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. હવામાન કેન્‍દ્ર શિમલાએ ૨૩ જાન્‍યુઆરીએ મેદાની વિસ્‍તારોમાં વરસાદ અને કરા માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.

હિમાચલ પ્રદેશના સંખ્‍યાબંધ સ્‍થળે ગઈ રાતથી હેવી સ્‍નોફોલ ચાલુ છે. સોલંગ વેલી, લેહ હાઈવે, અટલ ટનલ, શિશુ સહિતના વિસ્‍તારોમાં ભારે હિમ વર્ષા ચાલુ હોય રસ્‍તાઓ બંધ કરાયા છે.

બીજી તરફ, કેલોંગમાં ગુરુવારે લઘુત્તમ તાપમાન માઈનસ ૫.૯ ટકા નોંધાયું હતું, જ્‍યારે બિલાસપુરમાં મહત્તમ તાપમાન ૨૦ ડિગ્રી સેલ્‍સિયસ નોંધાયું હતું. શિમલામાં લઘુત્તમ તાપમાન માઈનસ ૫.૮, ભુંતરમાં ૫.૨, કલ્‍પ માઈનસ ૧.૮, ધર્મશાલા ૫.૨, ઉના ૬.૪, નાહન ૬.૩, મંડી ૫.૬, હમીરપુર ૬.૫, બિલાસપુર ૪.૦ અને મનાલીમાં ૧.૮ નોંધાયું હતું.

સફરજનના બગીચાવાળાઓએ પણ આકાશ તરફ નજર કરી છે. તેઓ સફરજનના વળક્ષો તેમના ઠંડકનો સમય પૂરો કરે તેની રાહ જોઈ રહ્યા છે, જેથી તેઓ આગામી સફરજનની સિઝનમાં સફરજનનો સારો પાક મેળવી શકે. આ શિયાળામાં ખેતી અને બાગાયતી પાકો માટે અપૂરતો વરસાદ થયો છે

(3:56 pm IST)