Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

‘ભારત જોડો યાત્રા' દરમિયાન રાહુલ ગાંધી પહેલીવાર : જેકેટ પહેરેલા જોવા મળ્‍યા

શ્રીનગર, તા.૨૦: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વરસાદ વચ્‍ચે જ જમ્‍મુ-કાશ્‍મીરમાં કઠુઆના લખનપુરથી પોતાની ભારત જોડો યાત્રા શરૂ કરી દીધી છે. દરમિયાન તેઓ જેકેટ પહેરેલા જોવા મળ્‍યા. કન્‍યાકુમારીથી યાત્રા શરૂ કર્યાથી લઈને પંજાબ-હિમાચલ સુધી રાહુલ ગાંધી માત્ર ટીશર્ટ પહેરેલા જોવા મળ્‍યા. જેને લઈને તેઓ ખૂબ ચર્ચામાં પણ રહ્યા હતા.

આ મુદ્દે જ્‍યારે તેમને પૂછવામાં આવતુ ત્‍યારે તેઓ કહેતા કે તેમને એ કારણે ઠંડી લાગતી નથી કેમ કે તેઓ ઠંડીથી ડરતા નથી. જે પણ લોકો સ્‍વેટર કે જેકેટ પહેરે છે તેઓ ઠંડીથી ડરે છે તેથી તેમને ઠંડી લાગે છે પરંતુ મારા કેસમાં આવુ નથી. મારી યાત્રા જ ડરના વિરુદ્ધ છે. મને ડર લાગતો નથી. જાણકારી અનુસાર તેમની યાત્રા જમ્‍મુના લખનપુરથી થતા કઠુઆ, હીરાનગર, બનિહાલ ટનલ થતા કાશ્‍મીર ખીણ સુધી જશે. તેઓ શ્રીનગરમાં ૩૦ જાન્‍યુઆરીએ એક વિશાળ રેલીની સાથે યાત્રાનું સમાપન કરશે. યાત્રામાં તેમની સાથે સંજય રાઉત પણ ચાલી રહ્યા છે.(

(3:58 pm IST)