Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

ભોજન કે દુધને વારંવાર ગરમ કરવાની ઍસિડનું પ્રમાણ વધી જાયઃ સ્વાથ્ય માટે હાનિકારક

વારંવાર ગરમ કરવાથી પોષક પદાર્થો નાશ પામે

ન્યુ દિલ્હી તા. ર૦ : દુધ, ભાન કે અન્ય ખોરાક વારંવાર ગરમ કરી ખાવાથી ન્યુટ્રિશનનુ પ્રમાણ ઘટી જાય છે. અને ખોરાકમાંં ઍસીડનુ પ્રમાણ વધી જાય છે. આવા ખોરાકનુ સેવન કરવુ નુકશાનકારણ છે

આપણામાંથી ઘણાને એવી આદત હોય છે કે ભોજન ફરીથી ગરમ કરીને ખાતા હોઈએ છીએ. કેટલીક ચીજો વારંવાર ગરમ કરવામાં આવે તો તેમાં એસિડનું પ્રમાણ વધી જાય છે જે સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે. દૂધ પણ તેમાંથી એક છે. આમ કરવાથી ન્યૂટ્રિશિયનનું પ્રમાણ ખોરાકમાંથી ઘટવા લાગે છે. 

રોજબરોજના જીવનમાં આપણામાંથી અનેક લોકો એક સમયે ભોજન બનાવીને તેને વારંવાર ગરમ કરીને ખાય છે. સવારનું ભોજન બપોરે અને રાતે ગરમ કરીને ખાતા હોય છે. પરંતુ વારંવાર ગરમ કરવાથી સ્વાસ્થ્ય માટે તે ખોરાક જોખમી બની શકે છે. એટલે સુધી કે કેટલીક વસ્તુઓ તો ગરમ કરીને ખાવાથી તેમાં એસિડનું પ્રમાણ ખુબ વધી જાય છે જે સીધી સ્વાસ્થ્ય પર અસર કરે છે. દૂધ પણ તેમાંથી જ એક છે. વારંવાર ગરમ કરવાથી  ન્યૂટ્રિશિયનનું પ્રમાણ ખોરાકમાંથી ઘટવા લાગે છે. 

દૂધ એક એવો પ્રવાહી પદાર્થ છે જે મોટાભાગના ઘરોમાં વારંવાર ગરમ કરીને ઉપયોગમાં લેવાય છે. પરંતુ દૂધને જેટલીવાર ઉકાળવામાં આવે કે તેમાંથી પ્રોટીનનું પ્રમાણ તે પ્રમાણે ઘટતું જાય છે. વારંવાર ગરમ કરવાથી દૂધના પોષક તત્વોનો નાશ થાય છે. એટલે સુધી કે વારંવાર ગરમ કરવાથી એસિડ પણ નીકળે છે જે સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. 

અનેકવાર વધુ પ્રમાણમાં ભાત બની જાય તો ઘરોમાં તે ફરીથી ગરમ કરીને ખાવામાં આવે છે. પરંતુ આ જીવલેણ સાબિત થઈ શકે છે. હકીકતમાં જ્યારે ચોખા કાચા હોય છે ત્યારે તેમાં બેક્ટેરિયા હોય છે. તેને ધોઈને રાંધ્યા બાદ તેને આપણે રૂમમાં નોર્મલ તાપમાનમાં રાખીએ છીએ. જાણકારી મુજબ જો 24 કલાકથી વધુ તેને રૂમમાં રાખવામાં આવે તો તેમાં ટોક્સિક બનાવનારા બેક્ટેરિયા આવી જાય છે. ત્યારબાદ જો ભાત ગરમ કરવામાં આવે તો બેક્ટેરિયા તો મરી જાય છે પરંતુ ટોક્સિસિટી રહી જાય છે. આવા ભાત ખાવાથી ડાયેરિયાની બીમારી પણ થઈ શકે છે. 

વિટામીન સીવાળું ભોજન જો વારંવાર ગરમ કરીએ તો તેની ન્યૂટ્રીશિયન વેલ્યુ ઓછી થતી જાય છે. વિટામીન સી હિટ સેન્સેટીવ હોય છે. આ કારણે જ્યારે વિટામીન સીયુક્ત ભોજન ફરીથી ગરમ કરવામાં આવે તો તાપમાન પણ વધી જાય છે અને તેના કારણે ભોજન ઝેરી બને છે. 

લીલોતરી શાકભાજીને પણ વારંવાર ગરમ કરવું જોઈએ નહીં. કારણ કે તેમાં નાઈટ્રેટ્સ હોય છે અને તે ફરીથી ગરમ કરવામાં આવે તો ટોક્સિક કમ્પાઉન્ડ બને છે. તેનાથી ભોજન દૂષિત થાય છે અને સ્વાસ્થ્ય પર અસર કરે છે. 

(5:38 pm IST)