Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

મહાનાયક અમિતાભ બચ્ચનના હસ્તે રિયાધ ખાતે યોજાયેલી ફૂટબોલ મેચનું ઉદ્દઘાટન: ખેલાડીઅોઍ હાથ મિલાવી અભિવાદન કર્યુર્

ક્રિસ્ટિગાનો રોનાલ્ડ સાઉદી અોલ સ્ટાર ઇલેવન માટે રમ્યો જયારે લિયોનેલ મેસીઍ પેરિસ સેન્ટ જર્મનને લીડ કરી

ન્યુ દિલ્હી ઃ રિયાધ ખાતે યોજાયેલ ફૂટબોલ મેચનું ઉદ્દઘાટન બીગ બી મહાનાયક અમિતાભ બચ્ચનના હસ્તે થયું હતું. ખેલાડીઅોઍ હાથ મિલાવી અભિવાદન ઝીલ્યું હતું

ફૂટબોલ અને અમિતાભ વચ્ચે છે ખુબ જુનુ કનેક્શન. ફૂટબોલ એ અમિતાભની પ્રિય રમતો પૈકી એક છે. અમિતાભ ઘરે હોય ત્યારે જો ફૂટબોલની મેચ હોય તો અચુક જોતા હોય છે. ત્યારે એ જ અમિતાભ ફૂટબોલના મહાન ખેલાડીઓ વચ્ચેની સંભવિત અંતિમ મેચના સાક્ષી બન્યા હતાં. અમિતાભ આ મેચનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતાં. અને ત્યાં અમિતાભે રોનાલ્ડો અને મેસ્સીને મળીને તેમના પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યાં. બન્ને ખેલાડીઓએ ખુબ આદર પુર્વક હાથ મિલાવીને તેમનું અભિવાદન ઝીલ્યું.

ફૂટબોલ જગતના બે લિજેન્ડ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસી ગઈકાલે એકબીજા સામે ટકરાયા હતા. રોનાલ્ડો સાઉદી ઓલ-સ્ટાર ઇલેવન માટે રમી રહ્યો હતો, તો સામે મેસી પેરિસ સેન્ટ જર્મનને લીડ કરી રહ્યો હતો. બંને સુપરસ્ટાર વચ્ચેની આ સંભવત છેલ્લી મેચ હતી. તેનું કારણ એ છે કે, બંને હવે અલગ અલગ લીગ્સમાં રમી રહ્યા છે. તેથી તેમની ટીમો ફરી ટકરાઈ તેવી હવે કોઈ સંભાવના નથી. ત્યારે બધાના આશ્ચર્ય વચ્ચે આ મેચ જોવા ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મહાનાયક અમિતાભ બચ્ચન પણ ત્યાં પહોંચ્યા હતા.
  

બિગ બી એ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી-
બિગ બીએ મેચ પહેલાં બંને ટીમના ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી. રિયાધ ખાતે રમાયેલી આ મેચમાં અમિતાભને મેચને ઇનોગ્રેટ કરવા ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યા હતા. મેચ અંગે ટ્વીટ કરીને અમિતાભે કહ્યું કે, રિયાધમાં એક શાનદાર સાંજ. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, લિયોનલ મેસી, મ્બાપે, નેમાર બધા રમી રહ્યા હતા. મને મેચને ઇનોગ્રેટ કરવા માટે ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યો હતો.

  

રોનાલ્ડો અને મેસી એકબીજા સામે ટકરાતા હોય તેવી મેચો 2018થી ખુબ જ ઓછી ગઈ છે. રોનાલ્ડોએ 2018માં રિયલ મેડ્રિડ સાથે છેડો ફાડ્યો હતો. નહિતર એ પહેલાં રિયલ મેડ્રિડ અને બાર્સેલોના વચ્ચે અલ ક્લાસિકોના ભાગ રૂપે સીઝનમાં મિનિમમ બે વાર મેચ થતી હતી. આ મેચમાં PSGએ 5-4ના માર્જિનથી જીત મેળવી હતી. સાઉદી ઓલ-સ્ટારે મેચમાં 4 ગોલ કર્યા હતા. જ્યારે વિરોધી ટીમ તેનાથી એક ગોલ વધુ કરવામાં સફળ રહી હતી. ફિફા વિનિંગ કેપ્ટન મેસીએ મેચની ત્રીજી મિનિટમાં જ ગોલ કર્યો હતો. જ્યારે રોનાલ્ડોએ સેકન્ડ હાફમાં 2 ગોલ કર્યા હતા. ભલે ટીમ હારી હોય પરંતુ તેના પ્રદર્શનને લીધે રોનાલ્ડોને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.

(6:41 pm IST)