Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

રિલાયન્સ જિઓનો ચોખ્ખો નફો ડિસેમ્બર ત્રિમાસિકમાં 28.29 ટકા વધી રૂ.4638 કરોડ નોંધાયો

મુંબઈ :દેશની ટોચના બીજા ધનિક મુકેશ અંબાણીના રિલાયન્સ ગ્રુપે આજે ત્રિમાસિક પરિણામો (Q3FY23) જાહેર કર્યા છે. જેમાં તેની પેટા કંપની અને ટોચની ટેલિકોમ કંપની રિલાયન્સ જિઓનો ચોખ્ખો નફો ડિસેમ્બર ત્રિમાસિકમાં 28.29 ટકા વધી રૂ.4638 કરોડ નોંધાયો છે. જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹3,615 કરોડ હતો.

FY23ના ત્રીજા ક્વાર્ટર દરમિયાન, Jioએ ₹19,347 કરોડની સરખામણીએ ₹22,998 કરોડની આવક નોંધાવી હતી. જે 18.87%ની વૃદ્ધિ નોંધાવે છે. સપ્ટેમ્બર 2022ના સમયગાળામાં ₹22,521 કરોડની આવકમાંથી, Q3FY23માં વૃદ્ધિ લગભગ 2.11% છે.

Q3FY23માં, Jioની સર્વિસિઝની વેલ્યૂ ગતવર્ષે ₹22,769 કરોડ કરતાં વધી રૂ. 27055 કરોડ નોંધાઈ છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ માસમાં કંપનીનો ચોખ્ખો નફો ગતવર્ષે સમાનગાળામાં ₹10,643 કરોડની સામે 26.75% વધીને ₹13,491 કરોડ થયો છે. આવકો 20.18 ટકા વધી રૂ. 67,392 કરોડ થઈ છે.જે ગતવર્ષે રૂ. 56,076 કરોડ હતી. Jioની નેટવર્થ વધીને ₹2,11,281 કરોડ થઈ હતી.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વધુ એક પેટા કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (RIIL)એ ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 2.36 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. જે ગતવકર્ષે રૂ. 2.33 કરોડ સામે નજીવો વધ્યો છે. ત્રીજા ક્વાર્ટર દરમિયાન કુલ આવક રૂ. 20.60 કરોડ રહી હતી જે અગાઉના વર્ષના સમાન ગાળામાં રૂ. 20.40 કરોડ નોંધાઈ હતી.

(10:46 pm IST)