Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટ: ટ્રેનના છ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા:આઠ લોકો ઘાયલ

આસિસ્ટન્ટ કમિશનર ફહાદ શાહે કહ્યું કે “અજ્ઞાત લોકોએ રેલ્વે ટ્રેક પર વિસ્ફોટકો લગાવ્યા

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટના કારણે ટ્રેનના છ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ અકસ્માતમાં ઓછામાં ઓછા આઠ લોકો ઘાયલ થયા છે.

અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના કચ્છ જિલ્લાના બોલાન વિસ્તારમાં બની હતી. તેમણે કહ્યું કે આ એક પહાડી વિસ્તાર છે, આવી સ્થિતિમાં રાહત કાર્યમાં અડચણ આવી રહી છે.

આસિસ્ટન્ટ કમિશનર ફહાદ શાહે બીબીસીને જણાવ્યું હતુ કે, “અજ્ઞાત લોકોએ રેલ્વે ટ્રેક પર વિસ્ફોટકો લગાવ્યા હતા.”

અધિકારીઓનું કહેવું છે કે આ ઘટના પાછળ કોનો હાથ છે તે હજુ સ્પષ્ટ થયું નથી.

એક વર્ષ પહેલા પણ આ વિસ્તારમાં આવો જ હુમલો થયો હતો. ત્યારબાદ તેની જવાબદારી પ્રતિબંધિત સંગઠન બલૂચ લિબરેશન આર્મીએ લીધી હતી.

   
(11:53 pm IST)