Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

વડીલોએ યુવા પેઢી વિશે વિચારવું જોઈએ: યુવાનોને તક અને ન્યાય મળવો જોઈએ:સચિન પાયલોટે માર્યો ગેહલોટને ટોણો

જયપુરની મહારાજા કોલેજમાં વિદ્યાર્થી સંઘ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યા બાદ પાયલટે યુવાનો સાથે વાતચીત કરી: મુખ્યપ્રધાન અશોક ગેહલોતનું નામ લીધા વિના તેમના પર કટાક્ષ કર્યો

રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતનું નામ લીધા વિના તેમના પર કટાક્ષ કરતા કોંગ્રેસના નેતા સચિન પાયલટે શુક્રવારે કહ્યું કે વડીલોએ યુવા પેઢી વિશે વિચારવું જોઈએ

ન્યૂઝીલેન્ડના વડા પ્રધાન જેસિન્ડા અર્ડર્નના રાજીનામાનો ઉલ્લેખ કરતાં પાઇલટે જણાવ્યું હતું કે અર્ડર્નને આઠ વર્ષ પહેલાં ટોચના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ તેમને પોતાની ઓછા પબ્લિક રેન્કિંગને કારણે પદ છોડ્યું હતું અને તેમની પાર્ટી માટે કામ કરવાનું નક્કી કર્યું હતું.

તેમણે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની પણ પ્રશંસા કરતા કહ્યું કે, 2004માં તેમણે પાર્ટીના ચૂંટણી ઢંઢેરાની ચર્ચા કરવા માટે 15-20 યુવા નેતાઓને બોલાવ્યા હતા, જેમાં તેઓ પણ સામેલ હતા.

ગેહલોતનું નામ લીધા વિના નિશાન સાધતા પાયલોટે કહ્યું કે ‘કોઈનો ઉછેર એવો હોવો જોઈએ કે તે બીજાને સન્માન આપે અને સન્માન આપો તો સન્માન પાછો આવે છે (સન્માન આપો તો સન્માન મળે).

જયપુરની મહારાજા કોલેજમાં વિદ્યાર્થી સંઘ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યા બાદ પાયલટ યુવાનો સાથે વાત કરી રહ્યા હતા

 

ગહેલોતનું નામ લીધા વગર જ પાયલટે તે ભાષાને લઈને તેમના પર નિશાન સાધ્યું, જે ગહેલોત તેમના માટે ઉપયોગ કરી ચૂક્યા છે.

પાયલોટે કહ્યું, “તમે બધા જાણો છો કે મારા વિશે શું કહેવામાં આવ્યું હતું. હું તમારી વચ્ચે આવ્યો છું. હું તમારા કરતા મોટો છું, મારી ફરજ છે કે હું સાચી વાત કહું અને તમારામાં સારા સંસ્કાર કેળવું. તમારો ઉછેર આવો હોવો જોઈએ. બીજાને આદર આપવો જોઈએ, જો તમે આદર આપશો તો તમને સન્માન મળશે.

તેમણે કહ્યું કે ‘વડીલોએ યુવા પેઢી વિશે વિચારવું જોઈએ, યુવાનોને તક મળવી જોઈએ અને તેમને ન્યાય મળવો જોઈએ. ભાષા, વિચારો અને કાર્યો એવા હોવા જોઈએ જેના પર આવનારી પેઢી ગર્વ અનુભવી શકે.

પાયલોટે કહ્યું કે તેઓ 2013થી 2018 સુધી પાંચ વર્ષ લડ્યા અને તે જ એક કારણ હતું કે કોંગ્રેસ રાજસ્થાનમાં સરકાર બનાવવામાં સફળ રહી.

બાદમાં પત્રકારો સાથે વાત કરતા પાયલોટે કહ્યું કે રાજસ્થાનમાં કોંગ્રેસ એકજૂટ છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે પાર્ટી રાજ્યમાં સત્તા પર પરત ફરશે.

(11:59 pm IST)