Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

BMW કારમાં તિહાડ જેલમાં જતી :સુકેશુને એક કલાક મળવાના 1,50 લાખ મળ્યા : ત્રણેય હિરોઇનોએ ચોંકાવનારા રહસ્ય ખોલ્યા

જ્યારે કોઇ હિરોઇન આવતી તો સુકેશને એક સ્પેશ્યલ રૂમમાં મોકલવામાં આવતો: અભિનેત્રીએ કહ્યુ કે જે રૂમમાં તે સુકેશને મળી ત્યા ચારે તરફ ખુશ્બુ ફેલાયેલી હતી. સુકેશે તેને બે વખત 2 લાખ રૂપિયા આપ્યા

નવી દિલ્હી :બૉલિવૂડની બે અભિનેત્રી જૈકલીન ફર્નાન્ડીઝ અને નોરા ફતેહીનું નામ મહાઠગ સુકેશ ચંદ્રશેખર કેસમાં સામે આવી ચુક્યુ છે પરંતુ દાવો કરવામાં આવી રહ્યો છે આ સિવાય એક અન્ય હિરોઇન પણ વારંવાર તિહાડ જેલમાં આવતી હતી

  . દિલ્હી પોલીસે 200 કરોડ રૂપિયાની ઠગીને લઇને સુકેશ ચંદ્રશેખર વિરૂદ્ધ દાખલ ચાર્જશીટમાં દાવો કર્યો છે કે વર્ષ 2018 એપ્રિલ-મે મહિનામાં ત્રણ હિરોઇન/મૉડલ સુકેશને મળવા તિહાડ જેલમાં આવતી હતી. પોલીસે ચાર્જશીટમાં કહ્યુ કે આ ત્રણેય હિરોઇનોએ પૂછપરછમાં તમામ રહસ્ય ખોલ્યા છે. એવામાં ખબર પડી છે કે સુકેશે કઇ રીતે તિહાડ જેલના ટોપ ઓથોરિટીને લાંચ આપીને ખરીદી લીધા હતા

 દિલ્હી પોલીસે ચાર્જશીટમાં જણાવ્યુ કે ત્રણેય અભિનેત્રીઓ 1 લાખથી 1.5 લાખ રૂપિયા સુધી લઇને સુકેશને જેલમાં 45 મિનિટથી લઇને 1 કલાક સુધી મળતી હતી. જેલમાં સુકેશની શાનનો અંદાજો આ વાત પરથી લગાવી લો કે જ્યારે કોઇ હિરોઇન આવતી હતી તો તેને એક સ્પેશ્યલ રૂમમાં મોકલવામાં આવતો હતો જ્યા ટીવી, એસી, ફ્રિઝ લાગેલા હતા. ત્યા તે એકલી સુકેશ સાથે મીટિંગ કરતી હતી. દિલ્હી પોલીસે દાવો કર્યો કે આ વાતો ખુદ તે અભિનેત્રીઓએ જણાવી છે, તે તમામે જણાવ્યુ કે તેમણે એક BMW કારમાં તિહાડ જેલ લાવવામાં આવતી હતી જ્યા તે ગેટ નંબર ત્રણથી પ્રવેશ કરતી હતી.

 

આ ઘટનામાં તિહાડના પૂર્વ ડિરેક્ટર સંદીપ ગોયલને પહેલા જ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેમની પર દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈન સાથે પણ મિલીભગતનો આરોપ છે. સુત્રો અનુસાર, દિલ્હી પોલીસ તપાસમાં નવા ખુલાસાથી કેન્દ્રીય ગૃહમંત્રાલયને જાણ કરવામાં આવશે. માત્ર સુકેશના સહયોગી પિંકી ઇરાની ઉર્ફ એન્જલ વિરૂદ્ધ જ મકોકાની અંદર ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે. નોરા ફતેહી અને જેકલીનને આરોપી બનાવવામાં આવી નથી.

 

ચાર્જશીટમાં એક હિરોઇનનું નિવેદન દર્જ છે. ચાર્જશીટ અનુસાર તે એક્ટ્રેસે દાવો કર્યો કે પિંકી ઇરાની એપ્રિલ 2018માં તેને સુકેશ ચંદ્રશેખર સાથે મળવાશે જેથી તેને ફિલ્મમાં વધુ તક મળી શકે. ઇરાનીએ સુકેશનો પરિચય દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રૉડ્યૂસર તરીકે કરાવ્યો હતો, તેને પોલીસને જણાવ્યુ, અમે એક BMWથી તિહાડ જેલના ગેટ સુધી ગયા હતા. ગેટ નંબર ત્રણથી એક ઇનોવા કાર અમને જેલની અંદર લઇ ગઇ હતી. અમારી કોઇ સુરક્ષા તપાસ થઇ નથી, અહી સુધી કે અમારા ઓળખ પત્ર પણ જોવામાં આવ્યા નથી. હું પછી એન્જલ સાથે સીડી ચઢીને એક રૂમમાં ગઇ જ્યા સુકેશ પહેલાથી બેઠો હતો, તેની સાથે એક યુવતી અને બે અન્ય પુરૂષ હતા. એન્જલે મને થોડી રાહ જોવા કહ્યુ અને પછી પોલીસ અધિકારીઓ વચ્ચે મે થોડી રાહ જોઇ હતી, તેને કહ્યુ, બાદમાં તેને (સુકેશે) મને કહ્યુ..ઓગસ્ટ 2018 સુધી તેમણે જામીન મળી જશે, તેને એમ પણ કહ્યુ કે તેમણે કેટલીક અભિનેત્રીઓને ફિલ્મ અપાવી છે, તે દિવસે એન્જલને 10 લાખ રૂપિયા આપ્યા જેમાંથી મને 1.5 લાખ રૂપિયા મળ્યા હતા.”

સુકેશે એક અઠવાડિયા પછી તે અભિનેત્રીને વૉટ્સએપ પર ફ્લાઇટ ટિકિટ મોકલી હતી અને એયરોસિટીની એક ફાઇવ સ્ટાર હોટલ રૂમમાં રાખી હતી, ત્યારે તેને 2 લાખ રૂપિયા અને એક એલવી બેગ આપી હતી. અભિનેત્રીએ દિલ્હી પોલીસને જણાવ્યુ, સુકેશે મને મારા ઇંસ્ટાગ્રામ બાયોમાં જણાવવા કહ્યુ કે હું એક રિલેશનશિપમાં છું, તેને બેગની તસવીર પણ ઇંસ્ટાગ્રામ પર નાખવા માટે કહ્યુ હતુ, પછી પોલીસ મને ત્યાથી લઇ ગઇ હતી.

બીજી અભિનેત્રીએ પૂછપરછમાં કહ્યુ કે જે રૂમમાં તે સુકેશને મળી ત્યા ચારે તરફ ખુશ્બુ ફેલાયેલી હતી. સુકેશે તેને બે વખત 2 લાખ રૂપિયા આપ્યા હતા, તેને જણાવ્યુ, તેને 50 દિવસ પછી મને ફરી બોલાવી હતી અને મને એક એલવી બેગ અને 50 હજાર રૂપિયા આપ્યા હતા. ત્રીજી હિરોઇને કહ્યુ કે તેને સુકેશે 2 લાખ રૂપિયા અને એક વર્સાચે ઘડિયાળ આપી હતી.

(12:17 am IST)