Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

અમેરિકામાં વસતા લાખો ભારતીયો માટે ખુશખબર : યુ.એસ.સિટિઝનશીપ બિલ 2021 સંસદમાં પેશ : ગ્રીન કાર્ડ માટે પ્રવાસીઓની સંખ્યા ઉપરની રોક દૂર થશે : H-1B વિઝાધારકોના આશ્રિતોને કામ કરવાની મંજૂરી મળશે

વોશિંગટન : અમેરિકાના નવનિયુક્ત પ્રેસિડન્ટ જો બીડને ચૂંટણી દરમિયાન આપેલા વચનોનું પાલન કરવાનું શરૂ  કરી દીધું છે. જે મુજબ અમેરિકામાં વસતા અને ત્યાંનું નાગરિકત્વ મેળવવા માટે વર્ષોથી રાહ જોતા ભારતીયો માટે સારા સમાચાર છે. જે અંતર્ગત  યુ.એસ.સિટિઝનશીપ બિલ 2021 સંસદમાં પેશ કરાયું છે.જે મુજબ હવે  ગ્રીન કાર્ડ માટે પ્રવાસીઓની સંખ્યા ઉપરની રોક દૂર થશે .તેમજ ટ્રમ્પ સરકારે સૂચવેલ પ્રવાસી ભારતીયોના આશ્રિતોને કામ કરવા ઉપરની રોક પણ દૂર થઇ જશે.

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં આશરે 5 લાખ ભારતીયો એવા છે કે જેઓ પાસે ત્યાં કાયમી રહેવા માટેના કોઈ સ્થાયી દસ્તાવેજ નથી.તેઓ માટે હવે નાગરિકત્વ મેળવવાના દ્વાર ખુલ્લા થઇ જશે.ઉપરાંત H-1B વિઝાધારકોના એક લાખ જેટલા  જીવનસાથીના કામ કરવાના અધિકાર ઉપર તોળાઈ રહેલી તલવાર પણ હટી જશે તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(12:13 pm IST)