Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

"COVISHIELD રસી બધા માટે સલામત નથી : વેક્સિનનો ત્રીજો ડોઝ લીધા પછી અવાર નવાર હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું : ન્યુરોલોજીકલ એન્સેફાલોપથી ( માનસિક આડ અસર ) સહન કરવી પડી : ચેન્નાઇ સ્થિત બિઝનેસ કન્સલ્ટન્ટે મદ્રાસ હાઇકોર્ટમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઉપર 5 કરોડ રૂપિયાની નુકશાનીનો દાવો કર્યો

ચેન્નાઇ : ગયા વર્ષે ઓક્ટોબર માસમાં વેક્સિનનો ત્રીજો  ડોઝ લીધા પછી અવાર નવાર હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું ,તેમજ  ન્યુરોલોજીકલ એન્સેફાલોપથી ( માનસિક આડ અસર ) સહન કરવી પડી. "COVISHIELD રસી બધા માટે સલામત નથી તેવી ફરિયાદ સાથે ચેન્નાઇ સ્થિત બિઝનેસ કન્સલ્ટન્ટે મદ્રાસ હાઇકોર્ટમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઉપર 5 કરોડ રૂપિયાની નુકશાનીનો  દાવો  કર્યો છે.

આસિફ રિયાઝ વિરુદ્ધ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા તથા અન્યો અંગેના કેસમાં જણાવાયા મુજબ ફરિયાદીએ નિયમ 2 (એફએફ) અને પેટા નિયમ (એ) હેઠળ તેને થયેલી આડ અસરને  "ગંભીર પ્રતિકૂળ ઘટના" સમાન ગણાવી  છે .તથા, ન્યુ ડ્રગ્સ એન્ડ ક્લિનિકલ ટ્રાયલ ટ્યુલ્સ 2019 ના નિયમ 41૧, અરજદારે કોર્ટ  મારફત  સીરમ તરફથી  નિર્દેશો માંગ્યા છે. જે મુજબ તેને અને તેના પરિવાર લાગેલા  આઘાત માટેના નુકસાન પેટે રૂ. 5 કરોડ ચૂકવે તેવી માંગણી કરાઈ છે.

ફરિયાદમાં વિશેષમાં જણાવાયા મુજબ  સેરમ ઇન્સ્ટિટ્યૂટમાંથી અથવા તેનાથી સંબંધિત સત્તાવાળાઓમાંથી કોઈએ આ આડઅસરની તપાસ કરવા માટે સંપર્ક કર્યો નથી, માથે જતા  સીરમ ઇન્સ્ટિટ્યુટે  તેને 100 કરોડ રૂપિયાની બદનામીની કાર્યવાહીની ધમકી આપી હતી.

બીજા લોકોને પણ પોતાની જેમ હેરાન થવું ન પડે તથા પોતાને લાગેલા આઘાત અને નુક્શાનનું   વળતર મળી રહે તેવા હેતુ સાથે પોતે ફરિયાદ કરી છે.તેમ જણાવ્યું હતું. આગામી મુદત 26 માર્ચ રાખવામાં આવી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)