Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

દિશાને ૩ દિ' માટે ન્યાયિક હિરાસતમાં મોકલતી પટિયાલા કોર્ટ

ટૂલકિટ કેસમાં પર્યાવરણ કાર્યકર્તા પર કાર્યવાહી : ખેડૂત આંદોલન સાથે જોડાયેલી એક ટૂલકિટ શેર કરવાના આરોપમાં ૧૩ ફેબ્રુ.એ બેંગલોરમાંથી ધરપકડ થઈ હતી

નવી દિલ્હી, તા. ૧૯ : ટૂલકિટ કેસમાં દિલ્હીની પટિયાલા કોર્ટે પર્યાવરણ કાર્યકર્તા દિશા રવિને ત્રણ દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલી છે. ઉલ્લેખનીય છે કે ખેડૂત આંદોલન સાથે જોડાયેલી એક ટૂલકિટ સોશિયલ મીડિયા પર શેર કરવાના આરોપમાં દિશા રવિની ગત ૧૩ ફેબ્રુઆરીએ બેંગલોરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ રવિવારે દિશા રવિના કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ત્યારે આજે ફરીથી દિલ્હી પોલીસે તેને પટિયાલા કોર્ટમાં રજૂ કરી હતી. પોલીસે કોર્ટ પાસેથી વધારે ત્રણ દિવસના રિમાન્ડ માંગ્યા છે. પોલીસે કહ્યું કે દિશા રવિ પોલીસ પૂછરપછ દરમિયાન સવાલોના જવાબ આપવાથી બચે છે. દિશા રવિએ તમામ આરોપ શાંતનુ અને નિકિતા ઉપર લગાવ્યો છે. પોલીસે જણાવ્યું કે તેમણે શાંતનુંને ૨૨ ફેબ્રુઆરીના રોજ પુછપરછ માટે સમન આપ્યું છે.

સાથે જ પોલીસે કોર્ટને જણાવ્યું કે આ ઘટનામાં સાક્ષીઓ અને પુરાવા સાથે પણ છેડછાડ થઇ શકે છે. તો આ કેસના બાકી આરોપીઓ સાથે પણ પૂછપરછ કરવાની છે અને તેમનો આમનો સામનો પણ કરાવવાનો છે. જેના માટે દિશા રવિના ૨૨ તારીખ સુધીના રિમાન્ડ જરુરી છે. પોલીસે કહ્યું કે ભારત સરકાર સામે કથિત ષડયત્ર અને ખાલિસ્તાની આંદોલન સંબધમાં આ તમામ લોકોની ભૂમિકાની તપાસ જરુરી છે.

તો આ તરફ દિશા રવિના વકિલે સવારમાં જમાનત માટેની અરજી દાખલ કરી છે. જેના ઉપર કોર્ટ દ્વારા કાલે સુનવણી કરવામાં આવશે.

(12:00 am IST)