Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

ચીને જાહેર કર્યો ગલવાન ઘાટી અથડામણનો વીડિયો : ચાર સૈનિકો માર્યા ગયાનું સ્વીકાર્યું : ભારત પર લગાવ્યો આરોપ

ચીને કહ્યું વિદેશી સેનાએ યથાસ્થિતિમાં પરિવર્તનની એકતરફી કોશિશ કરતા બોર્ડર પર તણાવ ઝડપી વધી ગયો: કરારનો સન્માન કરતા અમે વાતચીતથી સ્થિતિને ઉકેલવાની કોશિશ કરી

ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઈમ્સે પાછલા વર્ષે જૂનમાં ગલવાન ઘાટીમાં ભારતીય સેના અને ચીનની સેના વચ્ચે થયેલી અથડામણનો વીડિયો ફુટેજ રજૂ કર્યો છે.

આ અથડામણમાં ભારતના વીસ સૈનિક મર્યા હતા. આનાથી પહેલા ગુરૂવારે સ્વીકાર્યું હતું કે, તેના પણ ચાર સનિક આ અથડામણમાં માર્યા ગયા હતા.

ચીન તરફથી જાહેર કરેલા વીડિયોમાં આ ચાર સૈનિકોને સલામી આપવાના દ્રશ્ય છે. આ વીડિયોમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી અથડામણને પણ દર્શાવવામાં આવી છે. વીડિયોમાં બંને તરફ સૈન્ય અધિકારી વાટોઘાટો કરતાં પણ જોવા મળી રહ્યાં છે.

ચીન તરફથી રજૂ કરેલા વીડિયોમાં ભારત તરફ ઈશારો કરતાં કહ્યું છે કે, “એપ્રિલ પછી જ સંબંધિત વિદેશી સેના જૂના કરારનો ઉલ્લંઘન કરી રહી છે. તેમને પૂલ અને રસ્તાઓ બનાવવા માટે બોર્ડર પાર કરી અને જાસૂસી કરી હતી.

વીડિયોમાં કહેવામાં આવ્યું છે, “વિદેશી સેનાએ યથાસ્થિતિમાં પરિવર્તનની એકતરફી કોશિશ કરવામાં આવી પરિણામે બોર્ડર પર તણાવ ઝડપી વધી ગયો. ચીને કહ્યું, કરારનો સન્માન કરતા અમે વાતચીતથી સ્થિતિને ઉકેલવાની કોશિશ કરી. ચીન તરફથી રજૂ કરવામાં આવેલા વીડિયોમાં ભારત અને ચીનના સૈનિકોને રાતના અંધારામાં એક બીજા સાથે લડતા દર્શાવવામાં આવ્યા છે. જેમાં ચીની સૈનિકોને એક ઘાયલ ચીની સૈનિકોને સંભાળતા જોવા મળી રહ્યો છે. વીડિયોમાં ચીની સેનાને માર્યા ગયેલા સૈનિકોને સલામી આપતા પણ દર્શાવવામાં આવ્યા છે.”

આનાથી પહેલા ગ્લોબલ ટાઈમ્સે ચીની સેનાના આધિકારિત સમાચાર પીએલએ ડેલીના હવાલાથી સમાચાર આપી છે કે, ચીને પહેલી વખત સંપ્રભુતાની રક્ષામાં કુરબાનીવાળા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના નામ અને તેમના વિશે માહિતી આપી હતી

પીએલએ ડેલીએ શુક્રવારે પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે, ચીનની સેન્ટ્રલ મિલિટ્રી કમીશને કારાકોરમ પહાડોમાં ચીનના પાંચ અધિકારી અને સૈનિકોની ઓળખ કરી છે અને તેમને ઓવર્ડથી સન્માનિત કરવામાં આવશે.

રિપોર્ટમાં પ્રથમ વખચ તીની સેનાએ ગલવાન સંઘર્ષનો વિસ્તૃત માહિતી આપી છે અને જણાવ્યું છે કે, કેવી રીતે ભારતીય સેનાએ મોટી સંખ્યામાં સૈનિકો મોકલ્યા જે છૂપાયેલા હતા અને ચીની સેનાને પાછળ હટવા માટે મજબૂર કરી રહ્યાં હતા.

રિપોર્ટમાં તે પણ જણાવ્યું હતુ કે, કેવી રીતે ચીની સૈનિકોએ સ્ટીલના ડંડા, ધારદાર ડંડા અને પથ્થરોના હુમલા વચ્ચે પોતાના દેશની સંપ્રભુતાની રક્ષા કરી.

(12:00 am IST)