Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

દિશા રવિના સમર્થનમાં ગ્રેટા થનબર્ગે કહ્યું અભિવ્યક્તિની સ્વતંત્રતા એ માનવાધિકાર છે જેમાં કોઈ કિંમત પર સમાધાન કરી શકાય નહીં

અભિવ્યક્તિની સ્વતંત્રતા અને શાંતિપૂર્ણ પ્રદર્શનોનો અધિકાર કોઈપણ લોકતંત્રના મૂળભૂત હિસ્સો હોવો જોઈએ

નવી દિલ્હી : આંતરાષ્ટ્રીય પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે ટૂલકિટ કેસમાં ધરપકડ કરાયેલ પર્યાવરણ કાર્યકર્તા દિશા રવિના સમર્થનમાં ટ્વિટ કરતાં કહ્યું છે કે, અભિવ્યક્તિની સ્વતંત્રતા એવું માનવાધિકાર છે જેના પર કોઈપણ કિંમત પર સમાધાન કરી શકાય નહીં

તેમને ટ્વિટમાં લખ્યું છે, “અભિવ્યક્તિની સ્વતંત્રતા અને શાંતિપૂર્ણ પ્રદર્શનોનો અધિકાર અને તેના માટે એકઠા થવું તે કેટલાક એવા માનવાધિકાર છે, જેના પર કોઈપણ કિંમત સમાધાન કરી શકાય નહીં. આ કોઈપણ લોકતંત્રના મૂળભૂત હિસ્સો હોવો જોઈએ.”

ગ્રેટા તે પછી હૈશટેગ સ્ટેન્ડ વિથ દિશા રવિનો ઉપયોગ પણ કર્યો છે. અસલમાં ગ્રેટાએ ફ્રાઈડેસ ફોર ફ્યૂચર ઈન્ડિયા નામ નામના સંગઠને ટ્વિટને રિટ્વિટ કરતાં તે વાત કહી છે.

દિશા રવિ આ સંગઠનની કાર્યકર્તા છે અને આ સંગઠને અનેક ટ્વિટ કરતાં દિશા રવિનું સમર્થન કર્યું છે.

જ્યારે શુક્રવારના દિવસે દિલ્હીની એક અદાલતે ખેડૂત આંદોલન પાછળ વિદેશી ષડયંત્ર મામલાની તપાસ દરમિયાન ધરપકડ કરાયેલ પર્યાવરણ કાર્યકર્તા દિશા રવિને ત્રણ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવી.

દિલ્હી પોલીસે દિશાની બેંગ્લોરથી ધરપકડ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના અનેક વકીલોએ આરોપ લગાવ્યા છે કે, તેમને ટ્રાંજિટ રિમાંડ વગર જ દિલ્હીની અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા.

(12:00 am IST)