Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

ભારતના સૈનિકોએ અમારી ધોલાઇ કરી ! વિડીયો જાહેર

લેહ-લદ્દાખમાં ચીની લશ્કરે પાછું હટવું પડતા થયેલ બેઇજ્જતિથી બચવા ડ્રેગનનું નવું તરકટ : 'ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે' જેવી સ્થિતિ : ભારત ઉપર હુમલાનો આરોપ મુકયો

લેહ તા. ૨૦ : જૂન ૨૦૨૦માં પૂર્વ લડાખની ગલવાન ખીણમાં ભારતીય સૈનિકો સાથે ચીનાઓ બથોબથની લડાઇમાં આવી ગયેલ તેની વિડીઓ હવે ચીને જાહેર કરી છે. આ ઘટનામાં ચીની સૈનિકો માર્યા ગયાનું કબૂલ કરી તેની સંખ્યા જાહેર કરવા સાથે વિડીઓના કેટલાક અંશ રીલીઝ કર્યા છે.

આ ઘટના માટે ભારત ઉપર આરોપ મૂકયા છે અને ચીને તેના માર્યા ગયેલા સૈનિકોના ફોટા જાહેર કર્યા છે. એવું મનાય છે કે જે રીતે લડાખમાં મહિનાઓ સુધી ચોટયા રહી તંગદિલી સર્જયા બાદ ચીનને મજબૂરીથી પાછા હટવું પડયું તેનાથી ચીનની હાંસી ઉડી છે અને તેમાંથી ધ્યાન હટાવવા ચીન આવા પ્રોપેગેંડા કરવા લાગ્યું છે.

પ્રોપેગેંડા માસ્ટર ચીને બન્ને દેશના સૈનિકો વચ્ચેની હાથાપાઇની સમગ્ર બાબત હવે ગુલાંટ મારીને રજૂ કરી છે.

ચીનના સરકારી મિડીયામાં ભારતનું નામ લખ્યા વિના લખાયું છે કે એપ્રિલ ૨૦૨૦માં વિદેશી લશ્કરે આ પૂર્વે થયેલ સમજૂતીનું ઉલ્લંઘન કર્યું અને સરહદ લાઇન ક્રોસ કરીને સડક - પૂલો બનાવવા શરૂ કરેલ. ચીને ભારત ઉપર એકતરફી

ચીની સરકારની માલિકીની મીડિયા એજન્સીએ ગત વર્ષના જુન મહિનાની ભારત અને ચીની સૈનિકો વચ્ચેની લોહિયાળ ઝપાઝપીનો કથિત વીડિયો જારી કરીને ભારત પર અતિક્રમણનો આરોપ લગાવ્યો છે.

આ લોહિયાળ સંઘર્ષમાં ભારતના ૨૦ જવાનોએ શહાદત વહોરી હતી.ચોર કોટવાળને દંડે તે કહેવત ફરી એક વાર ચીન સાબિત કરી દેખાડી છે.લગભગ દોઢ મિનિટનો વીડિયો ચીની મીડિયા એજન્સીના સત્ત્।ાવાર ટ્વિટર હેન્ડલ પર મૂકાયો હતો જેમાં લદ્દાખની ગલવાન વેલીની વોટર બોડીમાં બન્ને દેશના સૈનિકો ઝપાઝપી કરી રહેલા દેખાતા હતા.

ચીની એજન્સીએ તેના કથિત વીડિયોમાં ભારતીય સૈનિકોના ચીની વિસ્તારમાં અતિક્રમણનો દાવો કર્યો છે. વીડિયો સાથે એક ટ્વિટ પણ કરાયું હતું જેમાં કહેવાયું કે ગત વર્ષની ગલવાન વેલીની ઝપાઝપીનો ઓન સાઈટ વીડિયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ભારતીય સૈનિકો ધીરેધીરે ચાઈનીઝ વિસ્તારમાં ઘુસણખોરી કરી રહ્યાં છે.

(10:42 am IST)