Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

ભાવ વધારાનું દર્દ વ્યકત કરાયું : પોસ્ટ પર રમૂજી પ્રતિક્રિયાઓ

પેટ્રોલના વધતા ભાવ પર AMULએ કાર્ટુન જાહેર કર્યું

નવી દિલ્હી તા. ૨૦ : ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમત સતત વધી રહી છે. આલમ એ છે કે દેશના કેટલાક રાજયોમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયા લિટર પર પહોંચી ગયું છે. તેલના વધતા ભાવ દેશભરમાં ચર્ચાનો વિષય છે. વિપક્ષી પાર્ટીઓ પણ ભાવમાં વધારો કરવા માટે સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. આટલું જ નહીં, સોશ્યલ માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ છેલ્લા કેટલાક સમયથી ટ્વિટર પર #PetrolDieselPriceHike #PetrolPriceHike ટ્રેન્ડ કરી રહી છે.વધતા જતા ભાવો અંગે યુઝર્સ સરકાર અને કેટલીક કંપનીઓ પર ગુસ્સો વ્યકત કરી રહ્યા છે. ડેરી કંપની અમૂલ, દરેક મુદ્દે કાર્ટૂન દ્વારા સોશીયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપવા માટે પ્રખ્યાત છે. દેશમાં જયારે પણ કોઈ મોટી ઘટના બને, તે પછી ભલે તે સારી હોય કે ખરાબ, તેના પર અભિવ્યકિતનું એક સૌથી માધ્યમ અમુલનું કાર્ટૂન રહ્યું છે. કંપની તેના કાર્ટૂન દ્વારા આપણે શું વિચારે છે તે કહે છે. પરંતુ હજી સુધી અમૂલે ઇંધણના ભાવ વધારાના મુદ્દા પર કટાક્ષ કર્યો ન હતો. કેટલાક યુઝર્સે તો એમ પણ કહ્યું હતું કે આ મુદ્દા પર અમૂલનું કાર્ટૂન કયારે આવશે? બસ, સમયની માંગને જોતા અમૂલે ટ્વિટર પર એક કાર્ટૂન પોસ્ટ કર્યું છે.અમૂલના આ કાર્ટૂનમાં, કંપનીએ #Amul Topical: The steeply rising fuel prices! કહ્યું છે.

અમુલનું કાર્ટૂન આવતાની સાથે જ ટ્વિટર પર ટિપ્પણીઓ શરૂ થઇ છે. અમૂલની આ પોસ્ટ પર વપરાશકર્તાઓની રમૂજી પ્રતિક્રિયાઓ આવી રહી છે.(

(11:29 am IST)