Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

લદ્દાખ પહેલીવાર આ બેઠકમાં લેશે ભાગ

પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે નીતિ આયોગની બેઠક : મમતા બેનર્જી - અમરિંદરસિંહ નહી રહે હાજર

નવી દિલ્હી તા. ૨૦ : નીતિ આયોગની આ બેઠકમાં કૃષિ, માળખાગત ઢાંચા, વિનિર્માણ અને મનાવ સંસાધન વિકાસ સાથે જોડાયેલા મુદ્દાની ચર્ચા કરશે. જો કે સૂત્રોના જણાવ્યાનુંસાર આ બેઠકમાં પશ્ચિમ બંગળની મુખ્યમંત્રી મમતા બેનર્જી અને પંજાબના સીએમ અમરિંદર સિંહ સામેલ નહીં થાય.

નીતિ આયોગની મુખ્ય સ્થાનીક પરિષદમાં તમામ રાજયો - કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રી, ઉપ- રાજયપાલ, અનેક કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ સરકારી અધિકારી સામેલ છે. નીતિ આયોગની છઠ્ઠી બેઠકમાં પહેલીવાર લદ્દાખને પ્રવેશ મળશે. આ ઉપરાંત જમ્મુ -કાશ્મીરને પણ કેન્દ્ર શાસિત પ્રદેશના રૂપમાં ભાગીદારી હશે. આ વખતે પ્રશાસકોની અધ્યક્ષતા વાળા અન્ય કેન્દ્રશાસિત પ્રદેશોને સામેલ થવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પીએમ નીતિ આયોગના ચેરમેન છે. પરિષદની બેઠકના એજન્ડામાં કૃષિ, માળખાગત ઢાંચા, વિનિર્માણ, માનવ સંસાધન વિકાસ, જમીની સ્તર પર સેવાઓની આપૂર્તિ અને સ્વાસ્થ્ય તથા પોષણ પર વિચાર વિમર્શ સામેલ છે.

પ. બંગાળની સીએમ મમતા બેનર્જી પીએમ મોદીની અધ્યક્ષતામાં થનારી નીતિ આયોગની સંચાલન પરિષદની બેઠકમાં શકય છે કે સામિલ નહીં થાય. તે પરિષદ સરકારના થિંક ટેંકની મુખ્ય સંસ્થા છે. તૃણમુલ કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે મમતા બેનર્જી ૨૦ ફેબ્રુઆરીએ થનારી નીતિ આયોગની બેઠકમાં શકય છે કે સામેલ ન થાય. આ પહેલા પણ બેનર્જી નીતિ આયોગની બેઠકોને નિરર્થક ગણાવતા તેમા શામેલ નથી થતી. બેનર્જીનું કહેવું છે કે આ સંસ્થાની પાસે કોઈ નાણા શકિત નથી અને આ રાજયની યોજનાઓમાં મદદ નથી આપી શકતી.

પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ અસ્વસ્થ છે જેના કારણે આ બેઠકમાં ભાગ નહીં લે. તેમણે જણાવ્યું કે જેમની જગ્યાએ બેઠકમાં રાજયના નાણામંત્રી મનપ્રિકસિંહ બાદલ ભાગ લઈ શકે છે. નીતિ આયોગની સંચાલન પરિષદની બેઠક નિયમિત થાય છે. આ સરકારની થિક ટેંકની મુખ્ય એકમની છઠ્ઠી બેઠક છે.

(11:29 am IST)