Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

'એક મોકો AAPને, પછી જુઓ ગુજરાતને': દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતીમાં કર્યું ટવીટ

ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ચરમસીમાએ છે. આવતીકાલે છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન યોજાશે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી જીતવા રાજકીય પક્ષોના નેતાઓએ મતદારોને રિઝવવા એડિચોટીનું જોર લગાવ્યું છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતીમાં ટ્વિટ કર્યું છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરતા લખ્યું, 'એક મોકો AAP ને, પછી જુઓ ગુજરાતને'

 અત્રે ઉલ્લેખનીય છે કે આ વખતે આમ આદમી પાર્ટીએ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઉતાર્યા છે.
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ પણ ગુજરાતમાં આવી રોડ શો અને ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો. આ વખતે મહાનગરપાલિકાની ચૂંટણી આમ આદમી પાર્ટી જોરશોરથી લડી રહી છે. મનીષ સિસોદીયાએ સુરતમાં ભવ્ય રોડ શો કર્યો હતો. આ રોડશોમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.

ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા છેલ્લી ઘડી સુધી આપના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.

(11:38 am IST)