Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

અઠવાડિયામાં એ દિવસનું નામ ' અચ્છે દિન' રાખવું જોઈએ જયારે પેટ્રોલ-ડીઝલના ભાવ ના વધે : પ્રિયંકા ગાંધીના પ્રહાર

એક તસવીર પણ શેર કરીને લખ્યું છે, 'તેલની કિંમતો ફરીથી ગગનચુંબી.'

ઉત્તર પ્રદેશનાં પ્રભારી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારા માટે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. પ્રિયંકા ગાંધીએ કટાક્ષમાં લખ્યું હતું કે, 'ભાજપ સરકારે અઠવાડિયાનાં તે દિવસનું નામ 'અચ્છે દિન' રાખવું જોઈએ, જે દિવસે ડીઝલ અને પેટ્રોલની કિંમતોમાં વધારો ન થાય.' તેની સાથે એક તસવીર પણ શેર કરવામાં આવી છે, જેમાં લખ્યું છે, 'તેલની કિંમતો ફરીથી ગગનચુંબી.'

યુપીમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રિયંકા ગાંધી અહી ખૂબ જ સક્રિય દેખાઈ રહી છે. તેઓ સતત સરકારની નીતિઓ પર સવાલો ઉભા કરી રહી છે. અલગ-અલગ શહેરોમાં જઇને ખેડૂતોનાં મુદ્દાઓ પર સરકારને સવાલો કરતી પ્રિયંકા શનિવારે મુઝફ્ફરનગરની મુલાકાત કરશે. તે મુઝફ્ફરનગરનાં બાગરા ગામમાં ખેડૂતોને સંબોધન કરશે. આ પહેલા, પ્રિયંકા ગાંધી સહારનપુર અને યુપીનાં બિજનૌરમાં યોજાયેલી કિસાન મહાપંચાયતમાં જોડાઈ ચુકી છે. પ્રિયંકા સતત ખેડૂત આંદોલનને લઈને સરકાર પર હુમલો કરી રહી છે. ફેબ્રુઆરીથી અત્યાર સુધી પ્રિયંકા ચાર વખત યુપીની મુલાકાતે આવી ચુકી છે.

(12:08 pm IST)