Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ એ સામાન્ય જનતાનું શોષણ : સરકારે ઉત્પાદન ટેક્સ સહિતના ટેક્સો હટાવવા જોઈએ

ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પેટ્રોલ-ડિઝલની વધતા ભાવ વધારાને લઈને પોતાની સરકાર પર નિશાન તાક્યું

નવી દિલ્હી : દેશમાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ વધારા સામે સામાન્ય લોકો ખૂબ પરેશાન છે. સોશ્યલ મીડિયા પર પેટ્રોલના ભાવ વધારા મામલે રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ વિપક્ષી દળો પણ રોડ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરવા માંડ્યા છે. આ દરમિયાન ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પેટ્રોલ-ડિઝલની વધતા ભાવ વધારાને લઈને પોતાની સરકાર પર નિશાન તાક્યું છે. સ્વામીએ શુક્રવારે ટ્વીટ કરીને કહ્યું કે આ મામલે લોકોનો અભિપ્રાય એક જ છે કે કિંમતોમાં વધારો શોષણ કરનારો છે. સરકારે પેટ્રોલ-ડીઝલથી ઉત્પાદન ટેક્સ સહિત અન્ય ટેક્સો હટાવી દેવી જોઈએ.

સ્વામીએ ટ્વીટ કર્યું કે, લોકોની અવાજ ભાગ્યે જ ક્યારેક સ્પષ્ટ અને બુલંદ હોય છે, પરંતુ ક્યારેક-ક્યારેક આવું થાય છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને લઈને સામાન્ય લોકોનો અભિપ્રાય એક જ છે, ફક્ત પોર્ન વેન્ડરો, આઈફોન ચોરો અને ફેક આઈડીવાળા ટ્વિટરાતી સિવાયના લોકો માને છે કે પેટ્રોલનો ભાવ વધારો શોષણ કરનારો છે. એટલા માટે સરકારે લેવીઝ હટાવી દેવી જોઈએ.

(12:12 pm IST)