Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

લોક અદાલતના માધ્યમથી ડિફોલ્ટરોને નાણાંની ખેરાત કરવાનો બેન્કોને કોઈ અધિકાર નથી : આખેઆખી લોન માફ કરવી કે લોનનો અમુક ભાગ માફ કરવો તે બાબત રોકાણકારો અને બંધારણ સાથે છેતરપિંડી સમાન : લોન લઇ પ્રમાણિક પણે ચૂકવી આપતા બાકીદારોનો બેન્ક એક પૈસો પણ જતો કરતી નથી : એક લાખ કરતા વધુ રકમના બાકીદારોના દસ્તાવેજો ચેક કરવા પંજાબ એન્ડ હરિયાણા કોર્ટનો આદેશ

હરિયાણા : તાજેતરમાં પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટે લોક અદાલતના માધ્યમથી ડિફોલ્ટરોને  નાણાંની ખેરાત કરતી બેંકો સામે લાલ આંખ કરી છે.જે મુજબ નામદાર કોર્ટએ જણાવ્યું હતું કે આખેઆખી લોન માફ કરવી કે લોનનો અમુક ભાગ માફ કરવો તે બાબત રોકાણકારો અને બંધારણ સાથે છેતરપિંડી સમાન છે.લોન લઇ પ્રમાણિક પણે ચૂકવી આપતા બાકીદારોનો બેન્ક એક પૈસો પણ જતો કરતી નથી જયારે સામે  પક્ષે બેંકો પાસેથી લોન લઇ પરત નહીં ચુકવતા ડિફોલ્ટરોનાં દેવા માફ કરવામાં આવી રહ્યા છે.અથવા તો તેમાં બાંધછોડ કરવામાં આવી રહી છે.

નામદાર કોર્ટએ બેંકો પાસેથી એક લાખ રૂપિયા કરતા વધુ લોન લઇ છેલ્લા એક વર્ષથી નહીં ચુકવતા ડિફોલ્ટરોનાં મોર્ટગેજ સહીત તમામ દસ્તાવેજો ચેક કરવા પંજાબ તથા હરિયાણા રાજ્યના બંને ચીફ સેક્રેટરીને આદેશ આપ્યો હતો.તથા ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટને પણ આ અંગે દેખરેખ રાખવા સૂચના આપી હતી.તથા 3 મહિનામાં અહેવાલ સુપરત કરવા આદેશ કર્યો હતો.

પંજાબ, હરિયાણા અને યુટીના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ બેંકો સાથેની છેતરપિંડીની તપાસમાં વિલંબ થયો છે. પંજાબમાં એક વર્ષ કરતાં વધુ સમયથી 151 કેસોમાંથી 67 માં તપાસ બાકી છે.

આરબીઆઈના વર્ષ2019-20 ના વાર્ષિક અહેવાલમાં દર્શાવાયા મુજબ  રૂ. ૧ લાખ અને વધુની છેતરપિંડીના કિસ્સાઓમાં 28 ટકાનો વધારો નોંધાયો છે. જે પૈકી જાહેર ક્ષેત્રની બેંકો રૂ .1,48,400 કરોડના 4,413 કેસ સાથે આ યાદીમાં ટોચ પર છેતેવું ધ.ટી.દ્વારા જાણવા મળે છે.

(1:16 pm IST)