Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

નીતિ આયોગની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું - કોરોનાકાળમાં દેશના કૃષિ નિકાસમાં વધારો થયો

કૃષિથી લઇને પશુપાલન અને મત્સ્યપાલન સુધી એક સકારાત્મક પહેલનું આવ્યું પરિણામ

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા નીતિ આયોગની છઠ્ઠી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં પીએમ મોદીએ તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન પીએમે કોરોના કાળ દરમિયાન દેશમાં આવેલા બદલાવોનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ તેમણે કહ્યુ કે દેશ હવે વિકાસની રાહ નથી જોઇ શકતો, મળીને કામ કરવાથી જ સફળતા મળશે

  વડાપ્રધાન મોદીએ કહ્યુ, ‘અમે કોરોના કાળમાં જોયુ છે કે જ્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારે મળીને કામ કર્યુ, દેશ સફળ થયો. દુનિયામાં પણ ભારતની એક સારી છબીનું નિર્માણ થયુ. ગરીબોના જીવનસ્તરમાં બદલાવ જોવા મળ્યો, અમે એવુ પણ જોઇ રહ્યા છીએ કે કેવી રીતે દેશનો પ્રાઇવેટ સેક્ટર, દેશની આ વિકાસ યાત્રામાં વધુ ઉત્સાહથી આગળ આવી રહ્યો છે. આપણે ઉત્સાહનો, પ્રાઇવેટ સેક્ટરની ઉર્જાનું સમ્માન કરવુ છે અને તેને આત્મનિર્ભર ભારત અભિયાનમાં એટલો જ અવસર આપવાનો છે

વડાપ્રધાન મોદીએ કહ્યુ, “2014 બાદથી ગામ અને શહેરોને મળીને 2 કરોડ 40 લાખથી વધુ ઘરોનું નિર્માણ કરવામાં આવ્યુ છે. દેશના 6 શહેરોમાં આધુનિક ટેકનિકથી ઘર બનાવવાનું એક અભિયાન ચાલી રહ્યુ છે. એક મહિનામાં નવી ટેકનિકથી સારા ઘર બનાવવાના નવા મોડલ તૈયાર થાય. પાણીની કમી અને પ્રદૂષિત પાણીથી થતી બીમારી લોકોના વિકાસમાં નડે નહી તે દિશામાં મિશન મોડમાં કામ થઇ રહ્યુ છે.જળ મિશન બાદથી સાડા 3 કરોડથી પણ વધુ ગ્રામીણ ઘરોમાં પાઇપ વોટર સપ્લાયથી જોડવામાં આવી ચુક્યુ છે.

પીએમ મોદીએ કહ્યુ, “આત્મનિર્ભર ભારત અભિયાન, એક એવા ભારતનું નિર્માર્ણ માર્ગ છે જે માત્ર પોતાની જરૂરીયાતો માટે જ નહી પણ વિશ્વ માટે પણ ઉત્પાદન કરે અને આ ઉત્પાદન વિશ્વ શ્રેષ્ઠતાની કસોટી પર પણ ઉતરે. કેન્દ્ર સરકારે વિવિધ સેક્ટર્સ માટે પીએલઆઇ સ્કીમ શરૂ કરી છે. આ દેશમાં મેન્યૂફેક્ચરિંગ વધારવાની સારી તક છે. રાજ્યોને પણ આ સ્કીમનો પુરો લાભ લેતા પોતાને ત્યા વધુમાં વધુ રોકાણ આકર્ષિત કરવુ જોઇએ.

 

વડાપ્રધાને કહ્યુ કે, અમને કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવે, તેમ છતા અમે 65થી 70 હજાર કરોડ રૂપિયાના ખાદ્ય તેલ વિદેશથી લાવીએ છીએ. આ પૈસા આપણા ખેડૂતોના ખાતામાં જઇ શકે છે. માત્ર તેની માટે આપણે યોજના બનાવવાની જરૂર છે. અમે દાળમાં પ્રયોગ કર્યો અને હવે અમે વિદેશથી દાળ લાવવામાં ઓછો ખર્ચ આવે છે. ગત વર્ષોમાં કૃષિથી લઇને પશુપાલન અને મત્સ્યપાલનસુધી એક સકારાત્મક પહેલ અપનાવવામાં આવી છે, જેનું પરિણામ છે કે કોરોનાના સમયમાં પણ દેશના કૃષિ નિકાસમાં વધારો થયો છે.

આપણા ખેડૂતોમાં સામર્થ્ય છે કે તે આવી કેટલીક ખાદ્ય વસ્તુઓને માત્ર દેશ જ નહી દુનિયા માટે ઉગાવી શકીયે છીએ. તેની માટે રાજ્યોએ એગ્રી ક્લાઇમેટિક રીઝનલ સ્ટ્રેટેજી બનાવવી પડશે

(3:42 pm IST)
  • મોંઘવારીનો એકપછી એક માર : પેટ્રોલ- ડીઝલ બાદ CNG- PNGનાં ભાવમાં વધારો ઝીકાયો :અદાણી ગેસે કર્યો ભાવમાં વધારો : CNGનાં ભાવમાં 95 પૈસાનો વધારો કરાયો : PNGનાં ભાવમાં 1.29 રૂપિયાનો વધારો ઝીકાયો : ગુજરાતમાં CNGનાં 4 લાખ ગ્રાહકોને અસર: ગુજરાતમાં PNGનાં 10 લાખ ગ્રાહકોને વધશે ખર્ચ બોજ access_time 10:57 am IST

  • દેશમાં કોરોનાના ધીમીગતિએ વધતા કેસ :રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,918 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,09,91,091 થઇ :એક્ટિવ કેસ 1,42,696 થયા: વધુ 11,410 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,06,87,532 થયા :વધુ 89 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56,339 થયા access_time 12:57 am IST

  • ૨૪ કલાકમાં ૧૪ હજાર નવા કેસ, આંકડો વધવા લાગ્યોઃ મહારાષ્ટ્ર અને કેરળ આ બે રાજ્યોમાં જ ૧૦ હજારથી વધુ નવા કેસઃ ત્યારબાદ પુણેમાં પણ આંકડો ૧૦૦૦ ઉપર પહોંચી ગયો : ચિંતાજનક સ્થિતિના એંધાણ access_time 11:27 am IST