Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

ઇક્‍વાડોરના સ્‍પોર્ટસ રિપોર્ટર અને કેમેરામેનને બંદુક બતાવીને અજાણ્‍યો શખ્‍સ રૂપિયા લઇને નાસી છૂટયો

ઇક્વેડોર: લાઇવ ટીવી રિપોર્ટિંગના દરમિયાન એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક બંદૂકધારી બદમાશ ગન પોઇન્ટ પર રિપોર્ટર અને તેમના કેમેરામેન પાસેથી પૈસા લૂંટીને ફરાર થઇ જાય છે.

ગન પોઇન્ટ પર પૈસા લૂંટી ફરાર

વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે જ્યારે રિપોર્ટર હાથમાં માઇક આઇડી લઇને કેમેરા સામે હતા ત્યારે એક બંદૂકધારી બદમાશ દોડતો તેમની પાસે આવ્યો અને રિપોર્ટર પર બંદૂક તાણી. બદમાશ જોર જોરથી બૂમો પાડીને તેની પાસે પૈસા માંગવા લાગ્યો. આ દરમિયાન તે ક્યારેક બંદૂક રિપોર્ટર તરફ કરતો તો ક્યારેક કૈમરામેન તરફ. બદમાશની હરકતથી બંને ગભરાઇ જાય છે પોતાના ખિસ્સામાં રાખેલા બદમાશને આપી દે છે. ત્યારબાદ બદમાશ ત્યાંથી ફરાર થઇ જાય છે.

રિપોટિંગ દરમિયાન થઇ ઘટના

મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીડીત રિપોર્ટરનું નામ ડિએઓ ઓર્ડિનોલા છે. તે ઇક્વાડોરના સ્પોર્ટ્સ જર્નલિસ્ટ છે. ગત થોડા દિવસો પહેલાં લગભગ 1 વાગે ગુઆયાકિલ શહેરના એસ્ટાડિયો મોન્યૂમેંટલ બહારથી રિપોર્ટીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા હથિયાર બંધ બદમાશએ તેના પર હુમલો કરી દીધો અને તેમના પૈસા લૂંટીને ત્યાંથી ફરાર થઇ ગયો. આ સમગ્ર ઘટના કેમેરામેનના કેમેરામાં કેદ થઇ ગઇ જે હવે વાયરલ થઇ રહી છે. હવે બંને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

(5:03 pm IST)
  • કર્ણાટક સરકારનો મોટો નિર્ણય : મહારાષ્ટ્ર-કેરળના લોકોનો RT-PCR ટેસ્ટ નેગેટિવ હશે તો જ એન્ટ્રી : કર્ણાટકના આરોગ્ય પ્રધાન કે. સુધાકરે આ મામલે નાયબ કમિશ્નરોને પત્ર લખ્યો છે access_time 4:52 pm IST

  • કાલે મ્યુ. કમિશનર તથા તેમના પત્ની શાળા નં.૧૧માં મતદાન કરશે : આવતીકાલે તા. ૨૧ના રોજ સવારે ૧૦ વાગ્યે મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ તથા તેમના ધર્મપત્ની અને પી.જી.વી.સી.એલ. ના એમ.ડી. શ્રી શ્વેતા અગ્રવાલ (શ્રી શ્વેતા તેવતિયા) રા.મ્યુ. કો. શાળા નં. ૧૧, મહાત્મા ગાંધી પ્રાથમિક શાળા, રાષ્ટ્રીય શાળા સામે, મનહર પ્લોટ, રાજકોટ ખાતે મતદાન કરશે. access_time 4:06 pm IST

  • વિશ્વભરમાં કોરોના આતંક એકધારો ચાલુઃ અમેરિકામાં નવા ૮૦ હજાર કેસ નોંધાયા : બ્રાઝિલમાં ૫૧ હજાર અને ઇંગ્લેન્ડમાં નવા ૧૨ હજાર કોરોના કેસ : યુનાઇટેડ આરબ અમીરાતમાં પણ ૩૧૦૦ નવા કેસ બહાર આવ્યા : ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪ હજાર નવા કેસો અને મૃત્યુ ૧૦૧ નોંધાયા છે, જ્યારે ૧૦ હજારથી વધુ સાજા થયા access_time 11:27 am IST