Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

મુંબઇમાં ૧૩૦૫ ઇમારતોને સીલ કરી દેવામાં આવી

અચાનક કોરોનાના કેસ વધતાં તંત્ર હરકતમાં આવ્યું : કોરોના વાયરસ સંક્રમણનાં કેસ ઝડપથી વધવાનાં કારણે બીએમસીએ ફરીથી કડક પ્રતિબંધો અમલમાં મુક્યા

મુંબઇ, તા.૨૦ : બ્રૃહન્મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) ગુરૂવારે વધી રહેલા કોરોના વાયરસનાં કેસ વચ્ચે મુંબઇ માટે નવી ગાઇડલાઇન જાહેર કરી હતી, તેમાં કહેવામાં આવ્યું હતું કે જો કોઇ બિલ્ડિંગમાં ૫થી વધુ કોરોનાનાં કેસ મળી આવે છે તો પછી સમગ્ર બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવશે, તે ઉપરાંત દર્દીને હોમ ક્વોરન્ટાઇનમાં રહે છે તો તેના હાથમાં સ્ટેમ્પ લગાવવામાં આવશે.

મુંબઇમાં અચાનક કોરોના વાયરસ સંક્રમણનાં કેસ ઝડપથી વધવાનાં  કારણે બીએમસીએ ફરીથી કડક પ્રતિબંધો અમલમાં મુકવાનાં શરૂ કરી દીધા છે, મુંબઇમાં ૧૩૦૫ ઇમારતોને સીલ કરી દેવામાં આવી છે, તેમાં  ૭૧,૮૩૮ પરિવારો રહે છે, મુંબઇમાં ૨૭૪૯ કેસ નોંધાયા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં ત્રણ મહિના બાદ પહેલી વખત શુક્રવારે કોવિડ-૧૯નાં હજારથી પણ વધુ નવા કેસ આવ્યા છે, સંક્રમણનાં ૬૧૧૨ નવા કેસમાં મોટાભાગનાં અકોલા, અને મુંબઇ બ્લોક માંથી આવ્યા છે, પહેલા રાજ્યમાં ૩૦ ઓક્ટોબરે એક દિવસમાં હજારથી પણ વધુ નવા કેસ આવ્યા હતાં, ત્યાર બાદ કેસની સંખ્યા ઘટવા લાગી હતી.

(8:42 pm IST)