Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

મહારાષ્ટ્ર, પંજાબ, છત્તિસગઢ અને એમપીમાં કોરોના વકર્યો

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે માહિતી આપી : છેલ્લા ૨૪ કલાકમાં ૧૮ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોના ચેપને કારણે કોઈ મૃત્યુ થયું નથી

નવી દિલ્હી, તા.૨૦ : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે કહ્યું કે, કેવિડ-૧૯ ના નવા કેસ કેરળ, મહારાષ્ટ્ર, પંજાબ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં વધ્યા છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે છેલ્લા સાત દિવસમાં છત્તીસગઢમાં દરરોજ વાયરસના ચેપના કેસોમાં વધારો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાંથી ૨૫૯ નવા કેસ નોંધાયા છે. કેરળમાં દરરોજ કોરોના સંક્રમણનાં કેસો વધી રહ્યા છે અને છેલ્લા એક અઠવાડિયામાં મહારાષ્ટ્રમાં પણ તીવ્ર વધારો થયો છે. તેનાથી શનિવારે દેશમાં ચેપના નવા કેસો વધારો થયો છે.

મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં કોવિડ-૧૯ ના ,૧૧૨ નવા કેસ નોંધાયા હતા. મહારાષ્ટ્રની જેમ પંજાબમાં પણ દૈનિક કેસ વધી રહ્યા છે જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૮૩ નવા કેસ નોંધાયા છે. મંત્રાલયે કહ્યું કે ૧૩ ફેબ્રુઆરીથી મધ્યપ્રદેશમાં ચેપના કેસમાં વધારો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાંથી ૨૯૭ નવા કેસ આવ્યા હતા. મંત્રાલયે કહ્યું કે, કોરાના વાયરસના ચેપની કડી તોડવા અને તેના ફેલાવાને રોકવા માટે યોગ્ય વર્તન અપનાવવાની જરૂર છે. માત્ર બે રાજ્યો મહારાષ્ટ્ર અને કેરળમાં કોવિડ -૧૯ નો ૭૫.૮૭ ટકા એક્ટિવ કેસ છે.

મંત્રાલયે કહ્યું કે છેલ્લા ૨૪ કલાકમાં ૧૮ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોના ચેપને કારણે કોઈ મૃત્યુ થયું નથી. તેમાં તેલંગાણા, હરિયાણા, જમ્મુ કાશ્મીર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, ત્રિપુરા, આસામ, ચંદીગઢ, લક્ષદ્વીપ, મણિપુર, મેઘાલય, લદાખ, મિઝોરમ, સિક્કિમ, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, અંદમાન અને નિકોબાર ટાપુઓ, દાદરા, નગર હવેલી, દમણ અને દીવનો સમાવેશ થાય છે. મંત્રાલયે જણાવ્યું કે સવારે વાગ્યા સુધીનાં આંકડા મુજબ, કોવિડ-૧૯ ની ,૦૭,૧૫,૨૦૪ રસી ,૨૨,૩૧૩ સત્રોમાં આપવામાં આવી. તેમાંથી ૬૩,૨૮,૪૭૯ આરોગ્ય કર્મચારીઓને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો જ્યારે ,૪૭,૧૬૧ આરોગ્ય કર્મીઓને બીજો ડોઝ આપવામાં આવ્યો. ઉપરાંત, ત્યાં ૩૫,૩૯,૫૬૪ ફ્રન્ટ લાઇન વર્કર્સ પણ છે, જેમને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો. પ્રથમ ડોઝ આપ્યાના ૨૮ દિવસ પછી, ૧૩ ફેબ્રુઆરીથી કોવિડ -૧૯ રસીકરણ હેઠળ બીજો ડોઝ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ફ્રન્ટ લાઇન વર્કર્સ માટે રસીકરણની શરૂઆત ફેબ્રુઆરીથી થઈ હતી. મંત્રાલયે કહ્યું કે નવ રાજ્યોમાં પાંચ લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં ઉત્તર પ્રદેશ (૧૧,૫૨,૦૪૨), મહારાષ્ટ્ર (,૬૦,૩૮૬), ગુજરાત (,૫૬,૬૫૭), રાજસ્થાન (,૯૯,૭૧૯), પશ્ચિમ બંગાળ (,૫૦,૯૭૬), કર્ણાટક (,૨૯,૪૨૦), મધ્યપ્રદેશ (,૨૬,૩૯૧), બિહાર (,૫૦,૪૩૩) અને ઓડિશા (,૦૧,૭૧૩) નો સમાવેશ થાય છે.

(8:42 pm IST)