Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

કોરોના વાયરસ ચીનનાં વુહાન રિસર્ચ લેબમાંથી જ આવ્યો હતો : જર્મન વૈજ્ઞાનિકએ કર્યો દાવો

યુનિવર્સિટી ઓફ હેમ્બર્ગનાં ડો. રોનાલ્ડ વીઝેનડેંઝરે તે અંગે 100 પાનાનું રિસર્ચ તૈયાર કર્યું

હેમ્બર્ગ :જર્મનનાં એક વૈજ્ઞાનિકે દાવો કર્યો છે કે તેમને 99.9 ભરોસો છે કે કોરોના વાયરસ ચીનનાં વુહાન રિસર્ચ લેબમાંથી જ આવ્યો હતો, યુનિવર્સિટી ઓફ હેમ્બર્ગનાં ડો. રોનાલ્ડ વીઝેનડેંઝરે તે અંગે 100 પાનાનું રિસર્ચ તૈયાર કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસ વુહાનની ઇન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજીમાંથી જ આવ્યો હતો, જ્યાથી આ રોગચાળાનો શુભારંભ થયો હતો.

જો કે ઘણા લોકોએ તેમના આ રિસર્ચની ટીકા કરતા તેને અવૈજ્ઞાનિક, અખબારોનાં રિપોર્ટ પર આધારિત અને યુટ્યુબ વિડિયોનાં આધારે બનાવેલો ગણાવ્યો છે, તેમણે કહ્યું કે પ્રોફેસર કોઇ વાયરસ નિષ્ણાત નથી.

તેમણે કહ્યું હતું કે તથ્ય એ છે કે લેબમાં કોઇ પ્રકારનાં સુરક્ષાનાં ઉપાય ન હતાં, અને સંસોધકો આ વાયરસને વધુ ઘાતક બનાવવામાં લાગ્યા હતાં.

ડો. વીઝેનડેંઝરે જર્મન મિડિયા સામે સ્વિકાર્યું કે તેમની પાસે કોઇ પુરાવા નથી, કે આ વાયરસ વુહાન લેબમાંથી આવ્યો હતો, તેમણે કહ્યું તેમ છતા મને 99.9 ટકા વિશ્વાસ છે કે આ વાયરસ વુહાન લેબની જ ઉપજ છે.

ડો. વીઝેનડેંઝરે કહ્યું કે તે ચામાચિડિયામાંથી આવી શકે નહીં કેમ કે ચામાચિડિયા તો વુહાનથી 1200 કિમી દુર હતા, તેથી તે ફેલાવી શકે તેવી કોઇ શક્યતા નથી.

(9:30 pm IST)