Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

ભોપાલમાં ઓકિસજનની અછતના કારણે ૧૨ દર્દીઓના મોત

હોસ્પિટલ મેનેજમેન્ટે આ વાતથી સ્પષ્ટ ઇનકાર કરી દીધો : દર્દીઓના પરિવારજનો સતત ફરિયાદ કરી રહ્યા છે

ભોપાલ,તા.૨૦: મધ્ય પ્રદેશમાં ઓકિસજનની અછતના કારણે હાહાકાર મચ્યો છે. રોજ કોઈને કોઈ જિલ્લામાંથી મોતના સમાચાર આવી રહ્યા છે.  ઓકિસજનના કારણે શહડોલમાં થયેલા ૧૨ લોકોના મોતનો મામલો હજું ઠંડો નથી પડ્યો ત્યાં ભોપાલથી પણ આ પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે.

જાણકારી મુજબ પ્રદેશની રાજધાની ભોપાલના પીપુલ્સ હોસ્પિટલમાં ઓકિસજનની અછતના કારણે ૧૦દ્મક ૧૨ દર્દીઓના મોત થયા છે.  આ બાદ સમગ્ર હોસ્પિટલમાં હડકંપ મચ્યો છે. જો કે હોસ્પિટલ મેનેજમેન્ટે આ વાતથી સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. હોસ્પિટલ મેનેજમેન્ટનું કહેવું છે કે સવારે ઓકિસજન સપ્લાય થોડાવાર માટે અટકયો જરૂર હતો પરંતું તેના કારણે મોત નથી થયા.

ઉલ્લેખનીય છે કે ગત અનેક દિવસોથી દર્દીઓના પરિવારજનો એ વાતની ફરિયાદ કરી રહ્યા છે કે આ હોસ્પિટલમાં ઓકિસજનની અછત છે. હોસ્પિટલ સ્ટાફ પણ આ વાતને જણાવીને હોસ્પિટલમાં દાખલ કરી રહ્યા હતા. સૂત્રોના જણાવ્યાનુંસાર આ હોસ્પિટલમાં ગત દિવસોમાં સાગર નિવાસી રમાકાંત તિવારીનું મોત થયું હતુ.

હોસ્પિટલમાં ઓકિસજન પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન થવા પર મોડી રાતે સવારે ઓકિસજન ખતમ અથવા ઓછી થઈ જાય છે. મનાઈ રહ્યુ છે કે પીપુલ્સ કોવિડ હોસ્પિટલ સેન્ટરમાં સોમવારે સવારે ઓકિસજન સપ્લાય બંધ થતા ૧૦થી ૧૨ લોકોના મોત થયા છે. આના પર હોસ્પિટલ મેનેજમેન્ટનો દાવો છે કે  તબિયત વધારે ખરાબ થવાને કારણે મોત થયું છે. ઓકિસજન સપ્લાય તો વધ ઘટ થતી રહે છે.

બે દિવસ પહેલા શહડોલમાં પણ ઓકિસજનની અછતને કારણે ૧૨ કોવિડ દર્દીઓના મોત થયા હતા.  આ ઘટના શહડોલ મેડિકલ કોલેજમાં થઈ હતી. આ ૧૨ મોતની પુષ્ટિ શહડોલની ઉપર કલેકટર અર્પિત વર્માએ કરી હતી.  જાણકારી મુજબ ઓકિસજનનું પ્રેશર શનિવારે રાતે ૧૨ વાગે અચાનક ઓછુ થઈ ગયુ. આ બાદ દર્દી તડપવા લાગ્યા હતા. પરિવારજનો માસ્ક દબાવીને તેમને રાહત આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ તે નિષ્ફળ રહ્યા. આ બાદ સવારે ૬ વાગ્યા સુધીમાં સ્થિતિ ન સુધરી અને ૧૨ દર્દીઓના મોત થયા. આ બાદ આઈસીયુમાં દાખલ આ દર્દીઓના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. આ પહેલા ભોપાલ, સાગર, જબલપુર, ઉજ્જૈનમાં ઓકિસજનની અછતથી સંક્રમિત દર્દીઓના મોત થઈ ચૂકયા છે.

(10:21 am IST)