Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

ભારતમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને

અમેરિકાએ પોતાના નાગરિકોને ભારતની યાત્રાથી બચવા માટે આપી સલાહ

વોશીંગ્ટન,તા. ૨૦: ભારતમાં જે રીતે કોરોનાના કેસ કૂદકે અને ભૂસકે વધી રહ્યા છે તે જોતા સલામતી માટે યુરોપીય દેશો કેટલાક પગલાં ભરી રહ્યા છે. ગઈકાલે હોંગકોંગ દ્વારા ભારતની ફ્લાઇટની ઉડાન સ્થગિત કરવામાં આવી હતી, જયારે બ્રિટનમાં ભારતીય નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો ત્યારે હવે અમેરિકા પણ પોતાના દેશના નાગરિકોને ભારતની યાત્રા કાઢવાની સલાહ આપી રહ્યો છે.

ભારતમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને અમેરિકાએ તેના દેશવાસીઓને ભારતની યાત્રા ટાળવાની સલાહ આપી છે. યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) એ જણાવ્યું હતું કે, કોવિડ -૧૯ કેસોમાં વધારાની વચ્ચે મુસાફરોએ ભારતની યાત્રા ટાળવી જોઈએ. સંપૂર્ણ રસી અપાયેલા મુસાફરોને પણ કોરોના અને ચેપના નવા પ્રકારો ફેલાવાનું જોખમ હોઈ શકે છે, તેથી તેઓએ ભારતની કોઈપણ પ્રકારની યાત્રા કરવાનું ટાળવું જોઈએ. જો તમારે વધારે ભારત પ્રવાસ કરવાની જરૂર હોય, તો મુસાફરી કરતા પહેલા સંપૂર્ણ રસી લો.

(10:21 am IST)