Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

૨૪ કલાકમાં ૨.૫૯ લાખથી વધુ કેસ : ૧૭૬૧ લોકોના મોત

એક્‍ટિવ કેસની સંખ્‍યા ૨૦ લાખ પાર

મુંબઇ તા. ર૦ :.. એક સંક્રમક રોગ નિષ્‍ણાંત અનુસાર, જે રીતે કોરોના વાયરસની બીજી લહેર ઝડપી બની રહી છે, તે જોતા ટૂંક સમયમાં જ દેશમાં રોજ નવા પાંચ લાખ કેસ પણ આવી શકે છે. ઓર્ગેનાઇઝ મેડીસીન એકેડમી ગિલ્‍ડના મહાસચિવ ડોકટર ઇશ્વર ગિલાડાએ કહયું કે દેશમાં રોજ દોઢ કરોડ લોકોનું ટેસ્‍ટીંગ થઇ રહ્યું છે. જે થોડા દિવસોમાં બે થી સવા બે કરોડ પહોંચી જશે. એટલે રોજના પાંચ લાખથી વધારે કેસો આવવાની શકયતા નકારી ના શકાય.

ડોકટર ગિલાડા અનુસાર, દરેક રાજયમાં વાયરસમાં ડબલ મ્‍યુટેન્‍ટ છે. એક છે ઇ-૪૮૪-કયુ અને બીજો એલ-૪પર-આર. ૬૦ ટકા દર્દીઓમાં આ મ્‍યુટેન્‍ટ મળી આવ્‍યા છે. બ્રિટીશ મ્‍યુટન્‍ટ-બી-૧૧૭ પંજાબમાં વધારે મળ્‍યો છે. ડો. ગિલાડાનું કહેવું છે કે આ મ્‍યુટન્‍ટથી સંક્રમણ બહુ વધારે ફેલાય છે. જે વાયરસ ૧૦ દિવસમાં એક વ્‍યકિતને સંક્રમતિ કરતો હતો તે હવે બે લોકોને સંક્રમીત કરે છે.

સંક્રમક રોગ નિષ્‍ણાંત અનુસાર, રાજય વાર સંક્રમણનું લેવલ સરખું નથી, પણ નવો વાયરસ એકદમ વધારે સંક્રમિત હોવો તે હિંદીભાષી રાજયો માટે ખતરાની ઘંટી સમાન છે. તેમણે કહયું કે સંક્રમણની ખરાબ પરિસ્‍થિતિ માટે મહારાષ્‍ટ્રનું નામ લેવાય છે, પણ કેટલાક અન્‍ય રાજયોમાં પાંચ સપ્તાહમાં હાલત બહુ ઝડપથી બગડી છે.

યુપીમાં સંક્રમિતોની સંખ્‍યા રરપ ગણી વધી છે, તો બિહારમાં ૧૭૦, ઉતરાખંડમાં ૭૦ ગણી અને ચૂંટણીવાળા રાજયોમાં પણ પ૦ ગણા દર્દીઓ વધી રહ્યા છે. આટલા વધારે સંક્રમણથી દર્દીઓને દવા અને ઓકસીજન નથી મળતો, હોસ્‍પીટલોમાં બેડ નથી મળતા. આખી સીસ્‍ટમ હચમચી ગઇ છે.

(11:00 am IST)