Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

છત્તીસગઢમાં કોરોના સંક્રમણ વધતા તમામ 28 જિલ્લામાં લોકડાઉન લાગુ

અલગ અલગ તારીખો સુધી તમામ જિલ્લામાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો

છત્તીસગઢમાં કોરોના સંક્રમણના અનિયંત્રિત સ્થિતિને જોતા તમામ 28 જિલ્લામાં લોકાઉનનું એલાન કરી દેવામાં આવ્યું છે. અલગ અલગ તારીખો સુધી તમામ જિલ્લામાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તાજા આદેશ સુકમા જિલ્લાને લઈને જારી કરવામાં આવ્યો છે. અહીં 20 એપ્રિલે સાંજના 6 વાગ્યાથી 1 મેના સવારના 7 વાગ્યુ સુધી સંપૂર્ણ લોકડાઉનના નિર્દેશ જારી કરવામાં આવ્યા છે. જો કે આ દરમિયાન મેડિકલ તથા અન્ય અતિ જરુરી સેવાઓ ચાલુ રાખવામાં આવશે. આની પહેલા અલગ તારીખોમાં વિભિન્ન જિલ્લામાં લોકડાઉનનું એલાન થઈ ચુક્યુ છે.

  કોરોનાના બીજા સ્ટ્રેન દરમિયાન પ્રદેશમાં સૌથી પહેલા દુર્ગ જિલ્લામાં લોકડાઉનનું એલાન કરવામાં આવ્યું છે. અહીં 6 એપ્રિલથી સંપૂર્ણ પ્રતિબંધ લાગૂ છે. આ બાદ રાજધાની રાયપુર, રાજનાંદગામ, બિલાસપુર, પેંડ્રા, સરગુજા, મહાસમુંદ, ધમતરી સહિત અન્ય જિલ્લામાં લોકડાઉનના આદેશ જારી કરવામાં આવ્યા છે. કોરોના સંક્રમણના મામલાની સાથે દર્દીઓના મોતના આંકડા પણ વધ્યા છે. તેવામાં કોરોનાની ચેન તોડવા માટે લોકડાઉનનું એલાન કરવામાં આવ્યું છે.

(11:43 am IST)