Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

દેશમાં 11 એપ્રિલ સુધી કોરોના રસીના 45 લાખ ડોઝનો બગાડ : ગુજરાત સહિતના અન્ય રાજ્યોમાં વેક્સિન બર્બાદ

રાજ્યોના ઉપયોગમાં આવેલી 10.34 કરોડ રસીના ડોઝમાંથી 44.78 લાખ ડોઝ ખરાબ થઇ ગયા: આરટીઆઇમાં ખુલાસો કેરળ, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, મિઝોરમ, ગોવા, અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રસીનો વ્યય નહીં : જાણો ક્યાં રાજ્યમાં કેટલા રસીના ડોઝનો બગાડ ?

નવી દિલ્હી : કોરોના રસીના ઘટના સમાચાર વચ્ચે એક ચોંકાવનારી જાણકારી સામે આવી છે. મળતી માહિતી મુજબ 11 એપ્રિલ સુધી દેશમાં અંદાજે 45 લાખ કોરોના રસીનો બગાડ થઇ ચુક્યો છે. ખાસ વાત એ છે કે રસીના બગાડમાં પાંચ રાજ્યો સૌથી આગળ છે. રસીને લઇ દાખલ થયેલી એક RTIમાં જવાબ મળ્યો કે રાજ્યોના ઉપયોગમાં આવેલી 10.34 કરોડ રસીના ડોઝમાંથી 44.78 લાખ ડોઝ ખરાબ થઇ ગયા છે.

  એક તરફ દેશમાં અનેક રાજ્યોમાં રસીની ઘટની સ્થિતિ સર્જાઇ છે, જ્યારે બીજી તરફ કેટલાક એવા રાજ્યો પણ છે, જે સતત રસીના બગાડમાં આગળ ચાલી રહ્યા છે. તાજેતરમાં એક RTI દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ દેશમાં 11 એપ્રિલ સુધી 44.78 લાખ રસીના ડોઝનો બગાડ થયો છે. તમિલનાડુમાં રસીનો વ્યય સૌથી વધુ છે. ત્યાં 11 એપ્રિલ સુધી 12.10 ટકા ડોઝ ખરાબ થઇ ચુક્યા છે. 9.74% સાથે હરિયાણા બીજા નંબરે છે. ત્યારબાદ 8.12 ટકા સાથે પંજાબ ત્રીજા નંબરે, મણિપુરમા 7.80 ટકા અને તેલંગાણામાં 7.55 ટકા રસીનો વ્યય થઇ ચુક્યો છે

દેશના કેટલાક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ એવા પણ છે, જ્યાં રસીનો વ્યય નથી થયો. મળતી માહિતી મુજબ કેરળ, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, મિઝોરમ, ગોવા, દમણ અને દીવ, અંડમાન-નિકોબાર આઈલેન્ડ અને લક્ષદ્વીપ પર રસીનો વ્યય નથી થયો. ઉલ્લેખનીય છે કે ગત 16 જાન્યુઆરીથી રસી કાર્યક્રમ શરૂ થયો હતો. દેશમાં હાલ 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવી રહી છે.

  • રાજ્યોમાં બગાડના આંકડા
  • આંધ્રપ્રદેશ: 1,17,733
  • આસામ: 1,23,818
  • બિહાર: 3,37,769
  • છત્તીસગઢ: 1.45 લાખ
  • દિલ્હી: 1.35 લાખ
  • ગુજરાત: 3.56 લાખ
  • હરિયાણા: 2,46,462
  • જમ્મુ-કાશ્મીર: 90,619
  • ઝારખંડ: 63,235
  • કર્ણાટક: 2,14,842
  • લદ્દાખ: 3,957
  • મધ્યપ્રદેશ: 81,535
  • મહારાષ્ટ્ર: 3,56725
  • મણિપુર: 11,184
  • મેઘાલય: 7,673
  • નાગાલેન્ડ: 3,844
  • ઓડિશા: 1,41,811
  • પુડ્ડુચેરી: 3,115
  • પંજાબ: 1,56,423
  • રાજસ્થાન: 6,10,551
  • સિક્કિમ: 4,314
  • તમિલનાડુ: 5,04,724
  • તેલંગાણા: 1,68,302
  • ત્રિપુરા: 43,292
  • ઉત્તર પ્રદેશ: 4,99,115
  • ઉત્તરાખંડ: 51,956
(1:32 pm IST)