Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

શાપર – મેટોડા - આજી GIDC - રાજકોટ એન્જી. એસો.ના પ થી ૬ હજાર કારખાના કાલથી બે દિવસ સ્વૈચ્છિક બંધ

બંને દિવસનો હજારો શ્રમીકોને પગાર મળશેઃ લોકોને બહાર ન નીકળવા અપીલ

રાજકોટ તા. ર૦: શાપર-વેરાવળ એસો.ના ચેરમેનશ્રી રમેશભાઇ ટીલાળાએ આજે ''અકિલા'' સાથેની વાતચીતમાં મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે ૪ મોટી ઇન્ડસ્ટ્રીઝ ઝોનના અંદાજે પ થી ૬ હજાર જેટલા કારખાના--ફેકટરીઓના માલીકો અંદાજે પ થી ૬ હજાર જેટલા કારખાના-ફેકટરીઓના માલીકો કોરોની સામે લડત આપવા કાલે અને ગુરૂવારે એમ બે દિવસ સ્વૈચ્છિક બંધ પાળશે. જેમાં શાપર-વેરાવળ એસો.ના ૩ હજાર કારખાના ઉપરાંત રાજકોટ એન્જીનીયરીંગ એસો, મેટોડા ઔદ્યોગિક એસો. તથા આજી આઇડીસી એસો.નો સમાવેશ થાય છે.  તેમણે ઉમેર્યું કે આ તમામ કારખાનાના હજારો શ્રમીકોને બંને દિવસ બંધનો પણ પગાર અપાશે, કોઇનો પગાર નહિં કપાય. પરંતુ આ હજારો શ્રમીકો અને તેમના પરીવારજનો આ બે દિવસના બંધ દરમિયાન કયાંય બહાર ન જાય અને ઘરમાં જ પૂરાઇ રહે તેવી અમારી ખાસ અપીલ છે.

(2:59 pm IST)