Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

દ્વિતીય અને તૃતિય શ્રેણીના શહેરોમાં વાયરસ ફેલાઇ રહ્યો છે ! રસી લેવા લોકોને ડોકટરો પ્રોત્સાહિત કરે : નરેન્દ્રભાઇ

નવી દિલ્હી : લોકો રસી લેવા તૈયાર થાય તે માટે લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે તબીબોને વ્યાપક પ્રયાસો હાથ ધરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીઅઅપીલ કરી હતી.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઓનલાઇન યોજાયેલ ચર્ચામાં જણાવ્યું હતુ કે, હાલમાં દ્વિતીય અને તૃતિય શ્રેણીના શહેરોમાં વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે. આથી ડોકટર્સે આવા શહેરોમાં ફરજ બજાવતા તબીબો સાથે ઓનલાઇન  કન્સલ્ટેશન કરવા તથા ટેલિમેડીસીન જેવી આધુનીક ટેકનોલોજીનો ઉપયોગ કરવા પણ જણાવ્યુ હતુ.

બેઠકમાં ચર્ચાયેલા મુદ્દા અનુસાર  કેન્દ્ર સરકાર પોતાના ભાગની રસીનો જથ્થો પણ રાજયોની જરૂરિયાત મુજબ તેમને આપશે. આ ઉપરાંત જે રાજયોમાં કોરોના કેસોની સંખ્યા વધારે હશે તેવા રાજયોને અન્ય રાજયોની તુલનાએ રસીનો વધુ જથ્થો ઉપલબ્ધ બનાવવામાં આવશે.

વડાપ્રધાને ફાર્મા કંપનીઓને પણ રસીના ઉત્પાદનને ઝડપી બનાવવા અપીલ કરી હતી. ભારતમાં કોરોના  વાયરસ સામેના વેકસીન અભિયાનમાં અત્યાર સુધીમાં ૧૨ કરોડથી વધુ લોકોને રસી અપાઇ ચુકી છે.

અન્ય દેશોની તુલનાએ ભારતમાં રસીકરણનું અભિયાન ઘણી ઝડપથી આગળ વધી રહ્યુ હોવાનુ નરેન્દ્રભાઇએ જણાવેલ.

(3:09 pm IST)