Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

અમેરિકાના પૂર્વ ઉપ-રાષ્ટ્રપતિ વોલ્ટર મોંડાલેનુ 93 વર્ષની વયે દુઃખદ નિધન

મોંડાલે 1977-1981 દરમિયાન જિમ્મી કાર્ટરના સમયમાં પોતાની સેવા આપી હતી.

નવી દિલ્હી :અમેરિકાના પૂર્વ ઉપ- રાષ્ટ્રપતિ વોલ્ટર મોંડાલેનું નિધન થયું છે. તે 93 વર્ષ ના હતા. મોંડાલે 1977-1981 દરમિયાન જિમ્મી કાર્ટર ના સમય માં પોતાની સેવા આપી હતી.

કાર્ટર વતી એક નિવેદનમાં જણાવાયું છે કે, તેમણે મોંડાલેના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યુ કે, "મોંડાલે દેશના ઇતિહાસમાં શ્રેષ્ઠ ઉપરાષ્ટ્રપતિ હતા. તેમણે મિનેસોટાના લોકો માટે સેવક તરીકે કામ કર્યું હતુ."

મોન્ડેલે વ્હાઇટ હાઉસમાં જોડાતા પહેલા 1960-1964 સુધી મિનેસોટાના એટર્ની જનરલ તરીકે સેવા આપી હતી. આ સિવાય તે 1964-1976 સુધી યુએસ સેનેટર પણ હતા. તેઓ 1993 થી 1996 દરમિયાન જાપાનના રાજદૂત પણ હતા.

(8:49 pm IST)