Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

દિલ્હીએ તોડ્યો મુંબઈ સામે હારનો સિલસિલો : છ વિકેટે મુંબઈ ઇન્ડિયન સામે જીત : શિખર ધવને 45 રન ફટકાર્યા

137 રનનો લક્ષ્યાંક દિલ્હી કેપિટલ્સે 19.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવી હાંસલ કર્યો : દિલ્હીની ટૂર્નામેન્ટમાં ત્રીજી જીત

ચેન્નાઇ : આખરે દિલ્હી કેપિટલ્સએ મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું છે,ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી મેચમાં રિષભ પંતની આગેવાનીમાં દિલ્હીએ મુંબઈને 6 વિકેટે પરાજય આપી ચેપોકમાં શાનદાર વિજય મેળવ્યો છે. મહત્વનું છે કે પાછલી સીઝનમાં મુંબઈ અને દિલ્હી વચ્ચે ચાર વખત ટક્કર થઈ હતી જેમાં ચારેય વખત મુંબઈની ટીમને જીત મળી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 9 વિકેટે 137 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સે 19.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો છે. દિલ્હીની આ ટૂર્નામેન્ટમાં ત્રીજી જીત છે. 

મુંબઈએ આપેલા 138 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની શરૂઆત ખરાબ રહી હતી. ઈનિંગની બીજી ઓવરમાં પૃથ્વી શો (7) રન બનાવી જયંત યાદવનો શિકાર બન્યો હતો. ટીમે પાવરપ્લેમાં 1 વિકેટે 39 રન બનાવ્યા હતા. શિખર ધવન અને સ્ટીવ સ્મિથે મળીને બીજી વિકેટ માટે 53 રનની ભાગીદારી કરી હતી. ટીમનો સ્કોર 64 રન હતો ત્યારે સ્ટીવ સ્મિથ (33) રન બનાવી પોલાર્ડનો શિકાર બન્યો હતો. સ્મિથે 29 બોલમાં 4 ચોગ્ગા ફટકાર્યા હતા.

ત્યારબાદ લલિલ યાદવ ક્રિઝ પર આવ્યો હતો. તેણે ધવન સાથે મળી ટીમનો સ્કોર 100 પર પહોંચાડ્યો હતો. શિખર ધવન 42 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 45 રન બનાવી રાહુલ ચાહરનો શિકાર બન્યો હતો. જસપ્રીત બુમરાહે રિષભ પંત (7)ને આઉટ કરી મુંબઈને ચોથી સફળતા અપાવી હતી. શિમરોન હેટમાયરે અણનમ 14 અને લલિત યાદવ 22 રન બનાવી અણનમ રહ્યો હતો.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈની ટીમને પ્રથમ ઝટકો ક્વિન્ટન ડિ કોકના રૂપમાં લાગ્યો, જે 4 બોલમાં 1 રન બનાવી માર્કસ સ્ટોયનિસની ઓવરમાં રિષભ પંતના હાથે કેચઆઉટ થયો હતો. બીજી સફલતા દિલ્હીને સૂર્યકુમાર યાદવના રૂપમાં મળી, જે 15 બોલમાં 24 રન બનાવી આવેશ ખાનની ઓવરમાં આઉટ થયો હતો. રોહિત શર્મા ત્રીજી વિકેટના રૂપમાં આઉટ થયો હતો. રોહિત 30 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 44 રન બનાવી અમિત મિશ્રાનો શિકાર બન્યો હતો

(11:51 pm IST)
  • શાપર - વેરાવળ - મેટોડા - આજી જીઆઈડીસી રાજકોટ ઍન્જીનિયરીંગ ઍસોસીઍશનના તમામ ઔદ્યોગિક ઝોન બુધ-ગુરૂ બે દિવસ બંધ રહેશે : કોરોનાની મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ તા. ૨૧ અને ૨૨ (બુધ - ગુરૂ) માટે શાપર - વેરાવળ - મેટોડા - આજી જીઆઈડીસી રાજકોટ ઍન્જીનિયરીંગ ઍસોસીઍશનના ઔદ્યોગિક ઝોનના તમામ ઍકમો બંધ રહેશે તેમ શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ ઍસોસીઍશનના રમેશભાઈ ટીલાળા, રતિલાલ સાડરીયા અને કિશોરભાઇ પટેલે જણાવ્યુ છે access_time 1:04 pm IST

  • રાહુલ ગાંધીને કોરોના : કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી પણ કોરોના સંક્રમિત થયા છે : સામાન્ય લક્ષણો જણાતા તેઓઍ ટેસ્ટ કરાવતા કોરોના પોઝીટીવ આવ્યો છે : રાહુલ ગાંધીઍ ટ્વીટ કરી જણાવ્યુ છે કે તેઓના સંપર્કમાં આવેલા લોકો પણ ટેસ્ટ કરાવી લેવા અપીલ કરી છે access_time 3:24 pm IST

  • છેલ્લા 24 કલાક દરમ્યાન દેશમાં 1,45,000 થી વધુ લોકોએ કોરોનાનો મહાત કર્યો : જ્યારે 2,71,000 થી વધુ નવા કેસ અને 1780 થી વધુ દુઃખદ મૃત્યુ નોંધાયા છે : રાત્રે 10.15 વાગ્યાની સ્થિતિએ હજુ 6 રાજ્યોના છેલ્લા 24 કલાકના નવા કેસ રિપોર્ટ કરવાના બાકી છે. access_time 10:59 pm IST