Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

નવજોત સિંહ સિદ્ધુ પટિયાલા કોર્ટમાં કરશે સરન્ડર સુપ્રીમ કોર્ટે સંભળાવી છે એક વર્ષની જેલની સજા

ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા નવજોત સિંહ સિદ્ધુને 1988ના ‘રોડ રેજ’ કેસમાં એક વર્ષની જેલની સજા ફટકારી

નવી દિલ્હી :રોડ રેજ કેસમાં સુપ્રીમ કોર્ટે એક વર્ષની સજા ફટકાર્યા બાદ ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા નવજોત સિંહ સિદ્ધુ કાલે પટિયાલા કાર્ટ ખાતે આત્મસમર્પણ કરશે. કોર્ટે ગુરુવારે ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા નવજોત સિંહ સિદ્ધુને 1988ના ‘રોડ રેજ’ કેસમાં એક વર્ષની જેલની સજા ફટકારી છે. જસ્ટિસ એએમ ખાનવિલકર અને એસકે કૌલની બેન્ચે સિદ્ધુને આપવામાં આવેલી સજાના મુદ્દે પીડિતાના પરિવાર દ્વારા દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજીને મંજૂરી આપી હતી. જોકે સુપ્રીમ કોર્ટે મે 2018માં સિદ્ધુને આ કેસમાં 65 વર્ષીય વ્યક્તિને “ઈરાદાપૂર્વક ઈજા પહોંચાડવાના” ગુનામાં દોષિત ઠેરવ્યો હતો, પરંતુ રૂ. 1,000નો દંડ ફટકાર્યા બાદ તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.

ચુકાદો સંભળાવતી વખતે, બેન્ચે કહ્યું, “અમને લાગે છે કે રેકોર્ડમાં ભૂલ સ્પષ્ટ છે, તેથી, અમે સજાના મુદ્દા પર સમીક્ષા અરજીને મંજૂરી આપી છે.” લાદવામાં આવેલા દંડ ઉપરાંત અમે તેને એક વર્ષની કેદની સજા આપવાનું યોગ્ય માનીએ છીએ. સપ્ટેમ્બર 2018માં સર્વોચ્ચ અદાલત મૃતકના પરિવાર દ્વારા દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજી પર ધ્યાન આપવા માટે સંમત થઈ હતી અને નોટિસ જારી કરી હતી, જે સજાની માત્રા સુધી મર્યાદિત હતી.

(11:19 pm IST)