Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

ચાઈનીઝ વિઝા કેસ : કાર્તિ ચિદમ્બરમની ધરપકડ કરતા પહેલા 3 દિવસની નોટિસ આપવા દિલ્હી કોર્ટનો CBI ને આદેશ : ચિદમ્બરમે તેમના સહયોગી એસ ભાસ્કરરામનની ધરપકડ બાદ આગોતરા જામીન અરજી દાખલ કરી હતી

ન્યુદિલ્હી : દિલ્હીની એક અદાલતે આજ શુક્રવારે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) ને સંસદ સભ્ય કાર્તિ ચિદમ્બરમને ચીનના વિઝા કેસ મામલે ધરપકડ કરતા પહેલા 3 દિવસની નોટિસ આપવા આદેશ કર્યો છે.  

ચિદમ્બરમે તેમના સહયોગી એસ ભાસ્કરરામનની ધરપકડ બાદ આગોતરા જામીન અરજી દાખલ કરી હતી જે હાલમાં CBI કસ્ટડીમાં છે.

14 મેના રોજ કાર્તિના પિતા, પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમના ઘરે તપાસ અને જપ્તીની તપાસ કર્યા બાદ સીબીઆઈ દ્વારા આ કેસ નોંધવામાં આવ્યો હતો. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કાર્તિ ચિદમ્બરમ ₹50 લાખના બદલામાં ગેરકાયદેસર  250 ચીની નાગરિકોના વિઝાની સુવિધા આપી રહ્યા હતા.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:09 pm IST)