Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

સાંજે દિલ્હીના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો : લોકોને ગરમીથી રાહત

છેલ્લા કેટલાક દિવસોથી આકરા તડકામાં લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું

નવી દિલ્હી :દિલ્હીના વિસ્તારોમાં હળવો વરસાદ થયો છે. આ વરસાદ બાદ દિલ્હીવાસીઓને કડકડતી ગરમીથી ચોક્કસ રાહત મળી છે. છેલ્લા કેટલાક દિવસોથી આકરા તડકામાં લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું. દરમિયાન હવે થોડી રાહત મળી છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ ગાજવીજ અને વીજળી પડવાની સંભાવના સાથે આંશિક વાદળછાયું આકાશ રહેવાની આગાહી કરી હતી. IMD અનુસાર, સફદરજંગ વેધશાળામાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની ધારણા છે.

(8:30 pm IST)